- મોંઘવારી, ડેરી અને ખાદ્ય ચીજો પર જીએસટી તથા અગ્નિવીર યોજનાના વિરોધમાં સંસદના બંને ગૃહોમાં ધમાલ.
સંસદના ચોમાસુ સત્રનો આજે કામકાજના બીજા દિવસે વિપક્ષોએ મોંઘવારી તથા જીએસટીમાં હાલમાં જે રીતે ડેરી અને ખાદ્ય પદાર્થો પર ટેક્ષ લગાવાયા છે તથા અગ્નિપથ યોજનાના વિરોધમાં બંને ગૃહોમાં જબરી ધમાલ મચાવી દીધી હતી તથા લોકસભા અને રાજયસભાની કાર્યવાહી બપોર સુધી મુલત્વી રાખવામાં આવી હતી.
આ અગાઉ આજે વિપક્ષોએ સંયુક્ત રૂપે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની નીચે સંયુક્ત રીતે ધરણા કર્યા હતા અને ખાદ્ય પદાર્થો પર જે જીએસટીનો વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેચી લેવાની માંગણી કરી હતી. પ્રથમ વખત વિપક્ષના તમામ નેતાઓ સંસદભવન બહાર ગાંધીજીની પ્રતિમાની આ વિરોધમાં જોડાયા હતા
- Advertisement -
અને સંસદના બંને ગૃહમાં પણ કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી, જીએસટી સહિતના મુદે અધ્યક્ષ સામે પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. ખાસ કરીને હાલમાં જે રીતે સંસદના બંને ગૃહોમાં અસંસદીય શબ્દો અને પ્લેમ્ફલેટ વેચવા તથા પ્લેકાર્ડ દર્શાવવા પર પ્રતિબંધ દર્શાવ્યો છે તેના વિરોધમાં આ પ્રદર્શન કર્યા હતા. જેના કારણે લોકસભા અને રાજયસભા બંને મુલત્વી રાખવાની ફરજ પડી હતી.