ખાસ-ખબર સંવાદદાતા
અજાણ્યા દર્દીઓ જેવા કે અકસ્માત થયેલ હોય અને 108 અથવા આજુ બાજુ ના નાના સેન્ટરો માંથી વધુ સારવાર માટે લાવેલા હોય જ્યારે દર્દી આવ્યા હોય ત્યારે તેમની સાથે તેમનું જાણીતું કોઈ ના હોય આવા દર્દીઓ ની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોખરે સાબિત થઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલા કેટલાય સમય થી હેલ્પ ડેસ્ક કાર્યરત છે, હેલ્પ ડેસ્ક હોસ્પિટલ ના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર શ્રી આર .એસ. ત્રિવેદી ની દેખરેખ હેઠળ કાર્યરત છે , જેમાં તેનું સતત મૂલ્યાંકન આર એમ ઓ ઓફિસર અને હેલ્પ ડેસ્ક ના આસિસ્ટન્ટ નોડલ ઓફિસર ની ફરજ ઉપર રહેલા ડોકટર શ્રી હર્ષદ દૂસરા તથા એચ. આર મેનેજર શ્રીમતી ભાવનાબેન સોની ની સતત દેખરેખ હેઠળ કાર્યરત છે, આ લોકો હંમેશા હેલ્પ ડેસ્ક નું નિદર્શન કરતા હોય છે, હેલ્પ ડેસ્ક દ્વારા અત્યાર સુધીમાં કેટલાય દર્દીઓ ને પોતાના ઘરે પહોચાડ્યા છે, આવાજ એક દર્દી તારીખ 13 ડિસેમ્બર ના રોજ વાંકાનેર સિવિલ હોસ્પિટલ થી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે,અજાણ્યા પુરૂષની પ્રાથમિક માહિતી મળતાં દર્દી ને વાંકાનેર ના ઢુવા ગામ માં રોડ ઉપર કચરાના ઢગલા ઉપર પડેલા હોય છે અને માથામાં ગંભીર ઇજા પહોંચેલી હોય છે, તો દર્દી ને તાત્કાલિક સારવાર વિભાગ માં દાખલ કરવામાં આવે છે અને સારવાર ચાલુ કરી દેવામાં આવે છે, ત્યારબાદ દર્દી ભાન માં આવતા અને તબિયત માં સુધારો થતા દર્દી ને સર્જીકલ વિભાગ માં લાવવામાં આવે છે, ત્યાં રેસીડેન્ટ ડોક્ટર અક્ષય તથા નર્સિંગ સ્ટાફ ની મહેનત થી દર્દી બેઠા થય જાય છે, અને ત્યારબાદ હેલ્પ ડેસ્ક ના કર્મચારી ચીરાગ ડાભી અને ઉમેશ મોરડિયા દ્વારા તેનું મૂલ્યાંકન કરતા દર્દી ને માથા ના ભાગે લાગ્યું હોવાથી તે બોલી શકતો ન હતો, તે માત્ર બે ત્રણ શબ્દો જ બોલી શકતો હતો તો હેલ્પ ડેસ્ક ના કર્મચારી દ્વારા ઈશારા માં સમજાવી ને તેના ઘર નું સરનામું મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, ત્યાર બાદ વાંકાનેર મોરબી હાઇવે ઉપર ના ઢુંવા ગામ માં જેટલી પણ ફેક્ટરીઓ આવેલી છે તેમાં આ દર્દી નો ફોટો પહોંચાડવામાં આવે છે, તથા ત્યાં કામ કરી રહેલા રીક્ષા તથા ટેમ્પો ડ્રાઇવરોને પણ દર્દી નો ફોટો મોકલવામાં આવે છે, ત્યાં કામ કરી રહેલી આશા વર્કરોમાં પણ આ દર્દી ફોટો વાયરલ કરવામાં આવે છે, આટલી મહેનત બાદ અંતમાં એ જાણ મળે છે કે દર્દી વાંકાનેર હાઇવે ઉપર આવેલું ઢુંવા ગામમાં રુદ્ર સ્ટેપ રાઈઝર નામની કંપનીમાં કામ કરતો હતો, ત્યાં તેમનો સંપર્ક કરાતા દર્દીના સગા જોડે સંપર્ક થયો હતો તે લોકો સાથે વાત થતાં તે લેખો છેલ્લા પાંચ દિવસથી અજાણ્યો દર્દી કે જેનું નામ જીતેન્દ્ર શિવલાલ હતું તેની બધે ખોજ કરતા હતા જીતેન્દ્રભાઈ ની માહિતી મળતાં તેના સગા સ્નેહીઓ તેને મળવા માટે રાજકોટ આવવા રવાના થયા હતા, રાજકોટ આવીને પોતાના ખોવાયેલા સ્નહીજનને સ્વસ્થ જોઈને આંખોમાં આંસુ આવી ગયા હતા, અંતમાં જીતેન્દ્ર ભાઈના સગા લોકો એ રાજકોટ સીવીલ હોસ્પિટલ અને હેલ્પ ડેસ્ક ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો,