25 કિ.મી. અને 10 કિ.મી.ની સાયક્લોથોનમાં 500થી વધુ શહેરીજનોએ ભાગ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા, મંતવ્ય ન્યુઝ ચેનલ તેમજ મંતવ્ય ફાઉન્ડેશનના ઉપક્રમે અંગદાન જાગૃતતા અને વર્લ્ડ સાઈકલ ડે અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂ. પરમાત્માનંદ સરસ્વતી સ્વામીજીની ઉપસ્થિતિમાં યોજાયેલ અને અધ્યક્ષસ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા, રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશનભાઈ ટીલવા તેમજ 25 કિ.મી. અને 10 કિ.મી.માં 500થી વધુ સાયક્લોથોનમાં ભાગ લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. આ અવસરે મેયર ડો. પ્રદિપ ડવએ વર્લ્ડ સાઈકલ ડે અંતર્ગત જણાવ્યું કે આરોગ્યની જાળવણી માટે સાઈકલીંગ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. એક્સરસાઈઝ માટે દરરોજ સાઈકલ ચલાવવી ખુબજ જરૂરી છે. મંતવ્ય ન્યુઝ અને મંતવ્ય ફાઉન્ડેશન સમાજમાં રહેલા દૂષણો ડામવા અને સમાજ ઉપયોગી અનેક કાર્યો કરી રહ્યા છે તથા વર્લ્ડ સાઈકલ ડે અંતર્ગત સાયક્લોથોનમાં ભાગ લેનાર તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.
આ તકે પૂ. પરમાત્માનંદ સરસ્વતી સ્વામીજીએ આર્શિવચન પાઠવતા જણાવેલ કે પહેલું સુખ તે જાતે નર્યા આપણી પાસે ગમે તેટલી સંપતિ હશે પણ શરીર સુખ નહી હોય તો તે વ્યર્થ છે જેથી આજના દોડધામના સમયમાં શરીરની તંદુરસ્તી માટે યોગ, પ્રાણાયમ, કસરત, સાઈકલીંગ, સ્વીમીંગ વગેરે કરવું જોઈએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી સાયક્લોથોનનો શુભારંભ કરાવ્યો હતો.