તંત્રની અપીલનો ઉલાળ્યો: નિયત સમય પહેલા 50 હજાર ભાવિકો આવી જતા સવારે ગેટ ખોલવાની ફરજ પડી
પરિક્રમા રૂટ પર હજારો ભાવિકો સાથે અન્નક્ષેત્ર ધમધમતા થયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા દેવ ઉઠી એકાદશી તા.23 થી વિધિવત રીતે પ્રારંભ થાય છે ત્યારે એક દિવસ અગાઉ તંત્રની અપીલનો ઉલ્યાળો કરીને ભાવિકો ઉતાવળિયા બન્યા અને ભવનાથ તળેટીમાં 50 હજારથી વધુ ભાવિકો એકઠા થઇ જતા અંતે તંત્ર દ્વારા આજ સવારથી ગેટ ખોલવાની ફરજ પડી હતી જયારે ગેટ ખોલાતા જ 50 હજાર જેટલા ભાવિકોનો પ્રવાહ પરિક્રમા રૂટ પર જોવા મળ્યા ત્યારે પ્રતિ વર્ષની જેમ એક દિવસ અગાઉ પરિક્રમા શરુ કરી દેવામાં આવી. પરિક્રમાનો પ્રારંભ તા.23 નવેમ્બર મધ્યરાત્રિએ સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે થતો હોય છે પણ ગઈકાલથી ભાવિકો ભવનાથ તરફ પ્રયાણ કરતા 50 હજારથી વધુ ભાવિકો પરિક્રમા કરવા આવી જતા ભવનાથ તળેટીમાં હક્ડેઠઠ માનવ મહેરામણ ઉમટી પડતા તંત્ર દ્વારા એક દિવસ અગાઉ રૂપાયતન પાસેના ઇટવા ગેટ ખોલવાની ફરજ પડી હતી ત્યારે 50 હજાર જેટલા ભાવિકોએ પરિક્રમા શરુ કરી દેવામાં આવી હતી અને પરિક્રમા રૂટ પર ભાવિકો જય ગિરનારના નાદ સાથે પરિક્રમા કરતા જોવા મળ્યા. તંત્ર અને સાધુ સંતો દ્વારા અનેકવાર પરિક્રમાર્થીઓને અપીલ કરી હતી કે નિયત સમયમાં પરિક્રમા કરવા પધરાવું પણ ભાવિકો ભારે ઉતાવળિયા એક દિવસ અગાઉ આવી જતા તળેટીમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો અને ભાવિકોના ઘસારાને જોઈને તંત્ર દ્વારા આજથી પરિક્રમાનો ગેટ ખુલ્લો મુકવામાં આવતા 50 હજાર જેટલા ભાવિકોએ પ્રયાણ કર્યું હતું અને પરિક્રમા રૂટ પરના અન્નક્ષેત્રોએ તૈયારી પૂર્ણ કરે તે પહેલા અન્નક્ષેત્ર શરુ કરી દેવામાં આવ્યા હતા અને જય ગિરનારીના નાદ સાથે રંગેચંગે પરિક્રમા એક દિવસ અગાઉ શરુ કરી દેવામાં આવી હતી.
- Advertisement -
સાંજ સુધીમાં દોઢ લાખ ભાવિકો પરિક્રમા કરવા ઉમટી પડશે
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા એક દિવસ પહેલા 50 હજારથી વધુ ભાવિકો ઉમટી પડતા લીલી પરિક્રમા એક દિવસ અગાઉ શરુ કરી દેવામાં આવી હતી જયારે દૂર દૂર થી અન્ય જિલ્લામાંથી પરિક્રમા કરવા આવતા ભાવિકોનો પ્રવાહ સતત ભવનાથ તરફ જોવા મળી રહ્યો છે એસટી, રેલવે તેમજ ખાનગી વાહનોમાં લોકોની ભીડ જોવા મળે છે ત્યારે આજ રાત્રી સુધીમાં દોઢ લાખ ભાવિકો વધુ પરિક્રમા કરવા પધારે તેવું જોવા મળી રહ્યું છે જેના લીધે શહેરમાં પણ ટ્રાફિકના દ્રર્શ્યો જોવા મળી રહ્યા છે.