બાળ ગોપી-કિશન સ્પર્ધા: બાળકોનું પરફોર્મન્સ નિહાળી દર્શકો અભિભૂત
કૃષ્ણ કનૈયા લાલ કી ના નાદ સાથે હેમુ ગઢવી હોલ ગુંજી ઉઠ્યો, મહાનુભાવોના હસ્તે ઇનામો અપાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જન્માષ્ટમીનાં તહેવારોને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ગોપી-કિશન સ્પર્ધા યોજાઈ હતી અને આખી સ્પર્ધા દરમિયાન કૃષ્ણ કનૈયાના નામનો નાદ ગુંજતો રહ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર નાના નાના ભૂલકાને ગોપી અને કિશનના પહેરવેશમાં સજ્જ થઈને પરફોર્મન્સ આપતા જોઇને દર્શકો અચંબામાં પડી ગયા હતા. આ સ્પર્ધાના અંતે વિજેતા બાળકોને આકર્ષક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ અનોખી સ્પર્ધા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધાની વચ્ચે વચ્ચે મૃદંગ ગ્રુપના ગરબા, શ્રીનાથજીની આરતી અને કૃષ્ણ ભક્તિ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને તેમાં પણ છેલ્લું પરફોર્મન્સ ફૂલડોલ રાસ અદ્ભુત રહ્યો હતો. જુદા જુદા ત્રણ એઈજ ગ્રુપમાં અનેક બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઈને આયોજનને સફળ બનાવ્યું હતું. બાળકોએ મૈયા મોરી મેં નહી માખન ખાયો અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી જેવા સંવાદો રજુ કરીને વાહવાહી મેળવી હતી.
આ કાર્યક્રમનાં માર્ગદર્શક મિલન કોઠારીએ પ્રાસંગિક પ્રવચનમાં આ સ્પર્ધાનો હેતુ સમજાવ્યો હતો અને બાળકો હિન્દુસ્તાનની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તેના પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, દ્વારકાધીશનાં મંદિર ઉપર જે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમાં બાવન જ ગજ શા માટે તે જાણવું જરૂરી છે. આ વિશ્વમાં 27 નક્ષત્ર, ચાર દિશા, 9 ગ્રહ અને 12 રાશી છે જે મળીને બાવન થાય છે.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા એન્કર મીરાબેન દોશી મણિયાર, રાજકોટ રેડીયોના પ્રોગ્રામ હેડ સંજયભાઈ મહેતા, જાનકીબેન નકુમ, રેડિયો રાજકોટના આર.જે. ચાંદની અને જૈન વિઝનના જલ્પાબેન પતીરા તથા અમિષાબેન દેસાઈએ માનદ સેવા આપી હતી. આ નિર્ણાયકોનું પણ મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતુ. નિર્ણાયકોએ ત્રણેય ગ્રુપમાં થઈને 45 વિજેતા જાહેર કર્યા હતા અને વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનમાં ગોપાલ નમકીન, રત્નાબેન સેજપાલ, અને સંદીપભાઈ પાલાનો વિશેષ સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમનાં મુખ્ય આયોજક જય બોરીચા અને રમાબેન હેરભાએ સૌ મહેમાનોને આવકાર્યા હતા અને આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા અભિનેતા હર્ષલ માંકડે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપી કિસન માગદર્શક મિલન કોઠારી તેમજ ક્ધવીનર જયભાઈ બોરીચા, અને સહ ક્ધવીનર રમાબેન હેરભા, મયુર્ધ્વજસિંહ જાડેજા, કુલદીપ વિસાણી, કેતન સંઘવી, હિતેષ દેસાઈ, જય મહેતા, વિપુલ ગજજર, દેવાંગ ખજુરિયા, સંદીપ વીરડા, વિનય બોરીચા, અજય જેઠા, અર્જુન મેર, રાજ ભરવાડ, રવિરાજ ગઢવી, ધ્રુવ દેશની,દેવ બારડ, કાનો પરમાર, રાહુલ ગરચર, રાહુલ સવસેટા, મયુર માલા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમાં માવજીભાઈ ડોડીયા, ગુણવંતભાઈ ડેલાવાળા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
વિજેતા બાળકોની યાદી
આ સ્પર્ધાના ગ્રુપ એમાં ક્રિશા ગોહિલ, ક્રિયાંશ રાદડિયા, વૈભવી બાબરીયા, સમર્થ ધુનિયાદર અને ધ્યાન અનુક્રમે 1 થી 5 માં વિજેતા થયા હતા. ગ્રુપ- બી માં વેદાંશી શાહ, ચાવડા રુદ્ર, દ્રષ્ટિ રાઠોડ, રુદ્ર ઉનાગર અને હેતાંશ કારિયા તથા ગ્રુપ સી-મા અનુજ અઘેરા, રાશિ પરમાર, દક્ષ, હરીકા અને રુચિત સુરાણી વિજેતા બન્યા હતા.