ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે ગીરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તે વેળાએ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ મુખ્યમંત્રી સાથે ગીરનાર વિકાસ બાબતે ચર્ચા કરી હતી અને રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.114 કરોડના ખર્ચે ગીરનાર પર્વતના તીર્થ સ્થાનો વિકાસ કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ મુખ્યમંત્રીને માતાજીની ચુંદડી અને ગીરનારની છબી સાથે માં અંબાનો પ્રસાદ આપીને સત્કારવામાં આવ્યાં હતાં અને ગીરનારનો વિકાસ ઝડપ ભેર પુર્ણ થાય તેવા આશિર્વાદ આપ્યા હતા.