સુરતમાં 600 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
અંદાજે 200 કરોડના ખર્ચે નવનિર્મિત થયું છે અત્યાધુનિક ‘એલિવેટેડ માર્કેટ’
- Advertisement -
100 ફૂટ પહોળા રેમ્પ પર થઈ ટ્રક સીધા પહેલા માળે શાકમાર્કેટ સુધી પહોંચશે
ખાસ-ખબર ન્યૂઝ સુરત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત શહેરની મુલાકાતે છે, જ્યાં તેઓ સુરત મહાનગરપાલિકાના 350 કરોડના વિકાસ કાર્યો સહિત કુલ 600 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જે પૈકી અંદાજે 200 કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં સ્થાન પામતી અત્યાધુનિક ‘એલિવેટેડ માર્કેટ’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ મલ્ટી-લેવલ માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની સાથે માલસામાનના પરિવહનને વધુ ઝડપી અને સુલભ બનાવશે, જ્યારે મુખ્યમંત્રી આ કાર્યક્રમ બાદ રાંદેર ખાતે ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં હાજર રહ્યાં હતા અને ત્યાંથી વીર નર્મદ યુનિવર્સિટીમાં મનપાના વિકાસ કામોના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (ઞછઉઈક)ના 241.85 કરોડના પ્રકલ્પો તથા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના કુલ 358.81 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાઓને કારણે આજે સ્થળ પર હાજર રહ્યા વગર પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત શક્ય બન્યા છે. તેમણે સુરત અઙખઈ ખાતે રાજ્યના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મુકતા તેને ખેડૂત હિત માટેનું એક સુંદર સોપાન ગણાવ્યું હતું. 1951માં માત્ર 15 હજારની આવકથી શરૂ થયેલું આ યાર્ડ આજે આવકની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે, જ્યાં 15 હજારથી વધુ લોકોની અવરજવર રહે છે અને ખેડૂતોને છઝૠજ મારફતે ઓનલાઇન પેમેન્ટ ચૂકવવામાં આવે છે. પીએમ મોદીના નેતૃત્વમાં 28 જેટલા અભિયાનો દ્વારા ખેતીને સમૃદ્ધ બનાવવાના પ્રયાસો થયા છે, જેમાં વેલ્યુ એડિશન, પ્રાકૃતિક ખેતી અને આર્ટિફિશિયલ સિસ્ટમ જેવી આધુનિક પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
- Advertisement -
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો: જીતુ વાઘાણી
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સુરત અઙખઈનું આ નવું આયોજન સહકારથી સમૃદ્ધિ તરફ જવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે. તેમણે સુરત અઙખઈની રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી સંસ્થા તરીકે પ્રશંસા કરી અને નોંધ્યું કે અહીં ખેડૂતોને માત્ર બજાર જ નહીં, પરંતુ આરોગ્ય માટે દવાખાના જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો છે. ભારતના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જેમાં ફોર્મ ભર્યાના ખૂબ જ ટૂંકા ગાળામાં રાહત પેકેજના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે. સુરત જિલ્લાના ખેડૂતોને પણ આ સહાય મળી રહી હોવાનું જણાવી તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં અને તેમની સાથે અડીખમ ઊભી છે.



