વિવાદ શમવાનું નામ નથી લેતો! મેયરના સપોર્ટમાં આવ્યો જૈન સમાજ
રિવાબાના સમર્થનમાં જ્ઞત્રિય સમાજ આવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જામનગરમાં 17 ઓગસ્ટના રોજ શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન ભાજપના ત્રણ મહિલા દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડયિામાં વાયરલ થયો હતો. જોકે, સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે થયેલી આ શાબ્દિક બબાલે જ્ઞાતિવાદનું રૂપ લઇ લીધું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જૈન સમાજ દ્વારા રિવાબાએ મેયરને કહેલા શબ્દો અંગે ભાજપને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે રિવાબાના સમર્થનમાં ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે.
જૈન સમાજે રિવાબા સામે મોરચો માડ્યો
17 ઓગસ્ટે થયેલી તુંતું-મેંમેં મામલે મેયરના પરિવાર દ્વારા જામનગર શહેર પ્રમુખને મળીને રિવાબા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ 19 ઓગસ્ટે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રીવાબા દ્વારા જાહેરમાં મેયરને બોલવામાં આવેલા ઔકાત શબ્દને પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી.
વિવાદ શમી ગયો હોવાનો કરાયો હતો દાવો
જામનગરમાં 17 ઓગસ્ટના રોજ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનેબેન કોઠારી વચ્ચે રકઝક થઇ હતી. ત્રણેય મહિલા નેતાઓ વચ્ચે વિવાદ થયા બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કેસ ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને વિવાદ સમી ગયો છે. પરંતુ પહેલા જૈન સમાજ દ્વારા રિવાબા સામે મોરચો માંડવામાં આવ્યા બાદ હવે રિવાબાના સમર્થનમાં ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે. જેને લઇને સમગ્ર વિવાદે જ્ઞાતિવાદનું રૂપ ધારણ કર્યું હોય તેવું જણાઇ રહ્યું છે. આટલું જ નહીં સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પડતા તેમને પણ રિવાબા જાડેજાએ જાહેરમાં કહ્યું હતું કે, તમે જ આ બધું સળગાવાવાળા તમે જ છો અને હવે ઠારવાનો પ્રયાસના કરો.
- Advertisement -
રિવાબાને ક્ષત્રિય સમાજનો ટેકો
જૈન સમાજ દ્વારા રિવાબા સામે મોરચો માંડવામાં આવતા હવે આ વિવાદમાં ક્ષત્રિય સમાજે ઝંપલાવ્યું છે. 17 ઓગસ્ટના રોજ શહીદોને વંદન કાર્યક્રમ દરમિયાન જે સ્મારક પાસે ભાજપના ત્રણેય મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. એ સ્થળે ક્ષત્રિય સમાજ ભેગો થયો હતો. રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘના પ્રદેશમંત્રી રાજભા ઝાલા તથા અન્ય ક્ષત્રિય આગેવાનો શહિદ સ્મારક સ્થળે પુન: ગયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને ધારાસભ્ય રિવાબા જાડેજાને ટેકો જાહેર કર્યો હતો.
શું હતો સમગ્ર વિવાદ ?
જામનગરમાં લાખોટા તળાવ પાસે શહીદ સ્મારક ખાતે એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં રિવાબા જાડેજા ઉગ્ર થઇ ગયા હતા અને મેયર સાથે શાબ્દિક રકઝક થઇ ગઇ હતી. ગુસ્સે થયેલા રિવાબા જાડેજા ના બોલવાનું બોલીને કહ્યું હતું કે, કેટલાક લોકોને કંઈ ભાન પડતી નથી તેમ છતાં પણ તે સ્માર્ટ બને છે. એટલું જ નહીં રિવાબાએ જતાં-જતાં પણ એવું કહી દીધું હતું કે, વડીલપણું ચૂંટણીમાં જોઈ લીધું છે. આટલું જ નહીં સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પડતા તેમને પણ રિવાબા જાડેજાએ જાહેરમાં કહ્યું હતું કે, તમે જ આ બધું સળગાવાવાળા તમે જ છો અને હવે ઠારવાનો પ્રયાસના કરો. આમ રિવાબા જાડેજાએ સિનિયર નેતાનું અપમાન કર્યું હતું. આટલું જ નહીં પરંતુ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વચ્ચે પડી બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.