જૂનાગઢમાં ડસ્ટબીનને લઈ ‘ખાસ-ખબર’માં પ્રકાશિત કરાયેલાં અહેવાલની અસર
ડસ્ટબીનની ગુણવત્તા ચકાસણી પછી આગળ કામ વધશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ડસ્ટબીન મુકવામાં આવી રહી છે. ડસ્ટબીનને લઇ ફરિયાદો ઉઠી હતી. ખાસ ખબરમાં તેના અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં. જેના પગલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી હતી. આ કામને લઇ મનપાનાં સ્થાયી સમિતીનાં ચેરમેન હરેશભાઇ પરસાણાએ આ કામ અટકાવ્યું છે અને ગુણવત્તા ચકાસણીનાં આદેશ આપ્યાં છે.
જૂનાગઢ શહેરમાં ડસ્ટબીન મુકવામાં આવી રહ્યાં છે. કેટલીક જગ્યાએ ડસ્ટબીન તુટી ગયા છે. તો કેટલીક જગ્યાએથી ડસ્ટબીન ગાયબ થઇ ગયા છે. ડસ્ટબીનને લઇ શહેરમાંથી ફરિયાદો ઉઠી હતી. તેમજ ખાસ ખબરમાં તેનાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં. આજે સ્થાયી સમિતીનાં ચેરમેન હરેશભાઇ પરસાણાએ ખાસ ખબરને જણાવ્યું હતું કે, ડસ્ટબીનની ફરિયાદો મળી હતી. જેના પગલે હાલ તાત્કાલીક અસરથી ડસ્ટબીન મુકવાની બંધ કરાવી દીધું છે. તેમજ કોન્ટ્રાકટરને સુચના આપી છે કે, ગુણવત્તાની ચકાસણી પછી આગળનું કામ થશે. આ ઉપરાંત જે જગ્યાએથી ડસ્ટબીન ગાયબ થઇ છે તેની તપાસ કરવામાં આવશે. શહેરમાં બે હજાર ડસ્ટબીન મુકવાની હતી. પરંતુ હાલ આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. યોગ્ય ખાતરી અને ચકાસણી બાદ આગળ કામ થશે.
શહેરમાં 500 મીટરનાં અંતરે ડસ્ટબીન મૂકાઈ
જૂનાગઢમાં સ્માર્ટ સીટીનાં નિયમ મુજબ ડસ્ટબીન મુકવામાં આવી છે, સ્માર્ટ સીટીનાં નિયમ 500 મીટરનાં અંતરે ડસ્ટબીન મુકવાની હોય છે. જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગો પર સ્માર્ટ સિટીનાં નિયમ મુજબ ડસ્ટબીન મૂકી દેવામાં આવી છે.