ખાસ-ખબર સંવાદદાતા
ઉયયાઋફસય ટેકનોલોજી હવે દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડીયાના ઘણા પ્લેટફોર્મ પર ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અયોગ્ય ક્ધટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે. જેને લઈને હવે કેન્દ્રની મોદી સરકાર સખત કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે ફરી એકવાર એડવાઇઝરી જાહેર કરી છે. સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ઈંઝ નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે અને લોકોને પણ આ વિશે સમજાવવા માટે જણાવ્યું છે. ખાસ કરીને ડીપફેક ટેકનોલોજીને લઈને કંપનીઓને સચેત કરવામાં આવી છે. સાથે એ પણ કહ્યું છે કે, જો અયોગ્ય ક્ધટેન્ટ મળશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. મંગળવારે (26 ડિસેમ્બર) કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ડીપફેક ટેકનોલોજીના દુરુપયોગ પર લગામ લગવાનું કડક વલણ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું છે. એડવાઇઝરીમાં નિયમ 3(1)(ઇ)નો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ અયોગ્ય ક્ધટેન્ટ સોશિયલ મીડિયા પર શેર અથવા તો પોસ્ટ કરશે તો તેના પર આ નિયમ અનુસાર સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સોશિયલ મીડિયા કંપનીઓને સરકારે મિસઈન્ફોર્મેશન અને ડીપફેક પર વધુ ધ્યાન આપવા માટે કહ્યું છે. સાથે જ તમામ ઈંઝ નિયમોનું સખ્તાઈથી પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સતત નજર રાખશે
ઈલેક્ટ્રોનિકલ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, સરકાર આગામી કેટલાક અઠવાડિયાઓ સુધી સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ મધ્યસથો દ્વારા આ સલાહોના પાલન માટે બારીકાઈથી નજર રાખશે. સાથે તેમણે એવું પણ કહ્યું કે, જો જરૂરી લાગશે તો ઈંઝ નિયમોના કાયદામાં પણ પરિવર્તન કરવામાં આવશે. એટલે કે સરકાર કોઈપણ સંજોગોમાં ડીપફેકનો દુરુપયોગ ચલાવશે નહીં. આ માટે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા કંપની અને ઈન્ટરનેટ પર સતત નજર રાખશે. જો કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અયોગ્ય ક્ધટેન્ટ પીરસવામાં આવશે તો જે-તે વ્યક્તિ અને કંપની બંને પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.