અત્યાર સુધીમાં કુલ 1934થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.13/09/2023થી 15/09/2023 દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે તા. 13-09-2023ના રોજ 660 લાભાર્થી, બીજા દિવસે તા. 14-09-2023ના રોજ 850 લાભાર્થી અને આજે બપોરે 01:00 વાગ્યા સુધીમાં 424 લાભાર્થીઓ સહીત કુલ 1934થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. બહોળા પ્રતિસાદને કારણે આગામી બે દિવસ તા. 16-09-2023 અને તા. 17-09-2023ના રોજ પણ કેમ્પ ચાલુ રહેશે.