કાયદો હાથમાં લેતા અસામાજિક તત્વો ઉપર શાપર વેરાવળ પોલીસની ધોંસ
રાજકોટ જિલ્લા પોલીસવડાની સૂચનાથી પોલીસે 5 કરોડની 1155 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે રાજકોટ જીલ્લા પોલીસે તૈયાર કરેલ લીસ્ટ મુજબ એક પછી એક આરોપીઓ સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે એસપીના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસે દારૂ અને મારામારીના 84 ગુનાઓમાં પકડાયેલા 15 આરોપીઓના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું પોલીસે 5 કરોડ 7 લાખની સરકારી જમીન ખૂલ્લી કરાવી હતી. રાજકોટ જીલ્લા પોલીસવડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન હસ્તકના ગુનેગારો ઉપર ધોંસ બોલાવવામાં આવી હતી શાપર પીઆઈ આર બી રાણા અને ટીમે તપાસ કરી 15 આરોપીના ગેરકાયદે બાંધકામો તોડી પાડયા હતા જેમાં લાલો ઉર્ફે પરબત હાથીયાભાઈ વિજાણી ઉપર દારૂના 8 ગુના, અખરાજ હરસુખભાઈ વાલા ઉપર દારૂના 5 ગુના, રાણશી ચનાભાઈ માલાણી ઉપર દારૂના 4 ગુના, લાખા કરમણભાઈ ઘોડા ઉપર દારૂના 3 ગુના, ભારતીબા કીશોરસિંહ જાડેજા ઉપર દારૂના 5 ગુના, રામીબેન હીરાભાઈ માલાણી ઉપર દારૂના 11 ગુના, તેના પૂત્ર ખીમકરણ હીરાભાઈ માલાણી ઉપર દારૂના 7 ગુના, રાજીબેન મેઘાભાઈ માલાણી ઉપર દારૂના 4 ગુના, જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવીણભાઈ મંડલીક સામે દારૂના 2 ગુના, સોહિલ ઉર્ફે રેહાન શાહનવાઝ ખરેડીયા ઉપર દારૂના 2 ગુના, વીરેન્દ્ર ઉર્ફે નાનકો કિશોરસિહ જાડેજા સામે દારૂ, મારામારી, જુગાર સહીત 7 ગુના, જીગર ઉર્ફે પ્રકાશભાળ દિલીપ મારવાડી સામે દારૂ, મારામારીના 17 ગુના, રવિરાજ કિશોરસિંહ જાડેજા સામે દારૂના 2 ગુના, મોહદીશ મહમદ હુશેર સામે દારુના 3 ગુના અને આલીબેન દેવશુરભાઈ વાળા સામે દારૂના 4 ગુના નોંધાઈ ચુક્યા હોય આ તમામ 15 આરોપીઓને સરકારી જગ્યામાં ખડકી દીધેલ હોટલ, પાકા મકાન, કાચી ઓરડી સહિતના તમામ બાંધકામો ઉઅપર બુલડોઝર ફેરવી દઈ નાશ કર્યો હતો પોલીસે 5 કરોડની 1155 મીટર જગ્યા ખૂલ્લી કરાવી હતી.



