હમ ન્યૂઝ નહીં; કહાનીયાં દીખાતે હૈ
ન્યૂઝ પાછળના બિહામણાં વ્યૂઝ
- Advertisement -
તમે ન્યૂઝ ચેનલ જૂઓ છો ? હા, આખો દિવસ તો તમારી પાસે પણ ન્યૂઝ ચેનલ જોવાનો સમય નથી હોતો એટલે મોટાભાગે પ્રાઈમ ટાઈમમાં ન્યૂઝ જોઈ લેતા હશો. આ પ્રાઈમ ટાઈમ એ ટીવી અને ન્યૂઝ ચેનલોએ શોધી કાઢેલું, આપણું સિક્રેટ છે. મોટાભાગના પરિવારોમાં રાતે સાથે જમવા-રહેવાનો સમય આઠથી દશ વચ્ચેનો હોય છે. મતલબ કે આખું ફેમિલીનું ફોક્સ જયારે ટીવી પર હોય તેને પ્રાઈમ ટાઈમ કહે છે. (મહિલાઓ માટેની સિરિયસ બાબતે આ પ્રાઈમ ટાઈમ બપોરે બે થી ચાર વચ્ચેનો ગણવામાં આવે છે ) આ કારણોસર પ્રાઈમ ટાઈમ પર આવતી સિરિયલ કે રિઆલિટી શો કે ન્યૂઝ શો નો ઈમ્પેકટ બહુ પાવરફૂલ અને ઈફેકટિવ ગણાય છે અને ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ) નામનો ભૂવો આ સમયે કેટલો અને કેવો ધૂણે છે, અનુસંધાન પાના નં. 13
તેના પરથી જ ચેનલનું સ્ટેટસ અને રેવન્યુનું સ્ટેટેસ્ટિક્સ થતું હોય છે… આ આખું પિષ્ટપિંજણ ઝિ ફાઈવ પર સ્ટ્રીમ થયેલી ધ બ્રોકન ન્યૂઝ વેબસિરિઝ માટે કરવું જરૂરી હતું કારણકે, આ સિરિઝમાં પ્રાઈમ ટાઈમ અને બે્રકિંગ ન્યૂઝ યા એક્સકલુઝિવ ન્યૂઝ પાછળના કુટિલ સત્યને આલેખવામાં આવ્યા છે.
ચાર કલાક ને ચાલીસ મિનિટની ધ બ્રોકન ન્યૂઝ માં બે ન્યૂઝ ચેનલ પર ફોક્સ કરીને ન્યૂઝ ચેનલમાં અને ન્યૂઝ દેખાડવા પાછળ થતાં પ્લાનિંગ, કાવાદાવા, દબાણ, આર્થિક ગણિત, છેતરપિંડી, રાજકીય કનેકશન અને વાંઝિયા આદર્શવાદ તેમજ ટીઆરપી માટે નખાતા ઝાવાંઓના ભેદભરમ ઉઘાડાં પાડવામાં આવ્યા છે. ખમતીધર અને વધુ જોવાતી ન્યૂઝ ચેનલ જોશ-ટવેન્ટી ફોર બાય સેવન એક તરફ છે તો પ્રમાણિકપણે ન્યૂઝ આપવાનો પ્રયાસ કરતી (અને એટલે જ આર્થિક અને ટીઆરપીની ષ્ટિએ નબળી) ચેનલ આવાઝ ભારતી ની અંદરૂની તેમજ આપસી હરિફાઈ થકી લેખકો સંબિત મિશ્રા અને માઈક બારસેટે આપણી સમક્ષ્ા ન્યૂઝ પાછળના બિહામણાં વ્યૂઝ છતાં કરવાનો સફળ પ્રયાસ ર્ક્યો છે.
સફળ અને સધ્ધર જોશ ચેનલનો હેડ દિપાંકર સન્યાલ (સુપર્બ એકટર જયદીપ અહલાવત) પહેલાં આવાઝ ભારતી ચેનલમાં જ કામ કરતો હતો પણ પોતાના શ્રેષ્ઠ પરફોર્મન્સ પછી એ જોશ ચેનલનો હેડ બની ગયો છે. આવાઝ ભારતીની હેડ એ પછી આમિયા કૂરેશી (સોનાલી બેન્ે) બની છે. હિન્દી ફિલ્મોની પરંપરાની જેમ જ અહીં દિપાકંર સન્વાલને સમાધાનકારી અથવા સ્વાર્થી તેમજ ટાર્ગેટ ઓરિએન્ટેડ મહત્વાકાંક્ષ્ાી દર્શાવવામાં આવ્યો છે, જયારે આમીયા કૂરેશીને પત્રકારત્વના પ્રહરી જેવી દેખાડવામાં આવી છે… આ વાત જરૂર ખટકે છે. આવાઝ ભારતી માટે કામ કરતી પત્રકાર રાધા ભાર્ગવ (અભિનેતા સચિનની પુત્રી શ્રીયા પિલગાંવકર) ની રાષ્ટ્રોહના કાનુન હેઠળ ધરપકડ સાથે ધ બ્રોકન ન્યૂઝ સિરિઝ ઓપન થાય છે અને…
આ ધરપકડ શા માટે થઈ, એ ખુલાસા સાથે ધ બ્રોકન ન્યૂઝ સિરિઝ પૂરી થાય છે પણ એ દરમિયાનના ફલેશબેકમાં ન્યૂઝ ચેનલમાં ચાલતાં વિવિધ સ્વરૂપોને આપણી સમક્ષ્ા એવી રીતે ઉઘાડવામાં આવ્યા છે કે આપણને ન્યૂઝ ચેનલ માટે ચિતરી ચઢે અને એનડીટીવી કે રિપબ્લિક ભારત જેવી ન્યૂઝ ચેનલને જોવા માટેનું મન મરી જાય. આપણે ચારધામની યાત્રામાં ખાઈમાં ખાબકેલી બસ કે ડ્રગ માટે ક્રૂઝમાં પાડવામાં આવેલી રેડના બે્રકીંગ ન્યૂઝ ની વાત નથી કરતાં. એ તો ન્યૂઝ છે, પણ આવા ન્યૂઝ પાછળ જયારે વ્યૂઝના એન્ગલ લગાડવામાં આવે છે તેની પાછળના લોજિક અને ફાયદા અને ટાર્ગેટ મોટાભાગે વ્યક્તિગત જ હોય છે…
ધ બ્રોકન ન્યૂઝ આ વાત નીચે ઘેરી લાલ લાઈન દોરે છે. એક મોલમાં લાગેલી આગના ફૂટેજ મેળવવા માટે રાધા ભાર્ગવ પ્રયાસ કરી રહી છે અને એ દરમિયાન એક સ્ટારના રેપ-સ્કેન્ડલ, બિઝનેસમેનને સકારણ ઉઘાડાં પાડવાની ગેઈમથી માંડીને ઓપરેશન શાંગ્રીલા, હોમ મિનિસ્ટરનો ખોફ, ન્યૂઝ ચેનલ હેડનો કોન્ફીડન્સ, ચેનલના માલિકો (આકાશ ખુરાના અને કિરણકુમાર) ની કફોડી રીતે ઘૂંટણ ટેક્વી દેવાની લાચારી… ધ બ્રોકન ન્યુઝમાં ડિરેકટર વિનય વાઈકૂલે આબાદ રીતે ઝીલ્યું છે. આ વિજયભાઈ અગાઉ રવિના ટંડનની અરણ્યક અને ધ ટેસ્ટ કેસ વેબ સિરિઝ બનાવી ચૂક્યાં છે અને દંગલ, થ્રી ઈડિયટ, ગજીની તેમજ ભાગ મિલ્ખા ભાગના ફર્સ્ટ આસિસ્ટન્ટ રહી ચૂક્યાં છે.
હમ ન્યૂઝ નહીં, કહાનીયાં દિખાતે હૈ જેવા અનેક ચોટદાર વનલાઈનર ધ બ્રોકન ન્યૂઝ સિરિઝને વધુ સચોટ અને અસરકાર બનાવે છે. ફેમિલી ઓડિયન્સને કદાચ, રસ પડે પણ ન્યૂઝ ચેનલ જોવાની કુ-ટેવ ધરાવતાં તમામે ધ બ્રોકન ન્યૂઝ જોવી જોઈએ
ઈનાલે વારે : એક એકટરનું કિડનેપ
ગ્લેમરનો ચળકાટ ક્યારેક એવા આંધળાભીંત કરી મૂક્તો હોય છે કે માણસ સારા-નરસાનો વિવેક ભૂલીને જીદથી મનમાની કરતો થઈ જાય છે… મલયાલમ ફિલ્મ સ્ટાર આદિ શંકર (આસિફ અલી) પણ આ જ એ જ ચૌરાહા પર પહોંચી ગયો છે. ફિલ્મો ફલોપ થઈ છે. પોતે પ્રોડયુસ કરેલી ફિલ્મને કારણે દેણું થઈ ગયું છે એટલે ઈન્સ્ટોલમેન્ટ પેટે લેણદારો તેની લકઝરીયસ કારો આંચકી ગયા છે. એક પરિણિત સ્ત્રી સાથેના લફરાં ઉપરાંત તેની એક પ્રેમિકા પણ છે, જેની સાથે તેના લગ્નની વાત ચાલે છે પણ સ્ટારડમ આદિના દિમાગમાંથી ઉતર્યું નથી. ત્રણ કરોડનું પેમેન્ટ મળે એવી એડ એ પણ એ જ અહંકારમાં આદિ ઠૂકરાવી દે છે : હું ટોયલેટ કલિનરની એડ થોડું કરું ? એક પ્રોડયુસર તેની (આદિ સાથેની) અટકી પડેલી ફિલ્મનું ડબિંગ પુરું કરી દેવાની રિક્વેસ્ટ કરે છે પણ આદિ તેને ધકેલી દે છે : ચાર વરસ જૂની ફિલ્મ હવેના સમય સાથે રિલેવન્ટ યા કનેકટ ન થાય એટલે હું ડબિંગ નહીં કરું…
આવી વિવિધ પરિસ્થિતિઓથી ઘેરાયેલાં અભિનેતા આદિ જૂની ફિયાટ લઈને નીકળે છે અને… એકદમ બુધ્ધિપૂર્વક તેને એક મહિલા ફેન્સ ારા કિડનેપ કરવામાં આવે છે. ખરેખર તો મલયાલમ ફિલ્મ ઈનાલે વારે ફિલ્મ અહીંથી ગતિ પકડે છે. આદિને સમજાતું નથી કે મહિલા પ્રશંસક અને તેના પતિએ તેને કિડનેપ શા માટે ર્ક્યો છે પણ કાબેલ દર્શક તરીકે તમે અનુમાન કરી શકો અને એ અનુમાન સાચું પણ પડે છે.
જીસ જોય નિર્દેશીત ફિલ્મમાં આસિફ અલી ઉપરાંત એન્ટોની વર્ગીસ અને નિમિષા સેજવાન અભિનીત ઈનાલે વારે એક રસપ્રદ સ્ટોરી લાઈન ધરાવતી રોમાંચક ફિલ્મ છે. પોતાના અપહરણકારો નિર્દોષ જાહેર થાય છે ત્યારે ધૂંધવાયેલો આદિ વધુ ગૂંચવાય છે અને ફિલ્મનો આ ટવિસ્ટ પણ ઈન્ટરેસ્ટીંગ છે. સોની લીવ પર જૂન-ર0રરમાં જ આ મલયાલમ ફિલ્મ હિન્દીમાં પણ મૂક્વામાં આવી છે. ગૂડ ટાઈમ પાસ.
- Advertisement -