ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વડવાળા તંબૂળાતોલનેસમાં રેહતો પ્રોહી બુટલેગર રામા મુળુ ચાવડાની જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલ હવાલે કર્યો કરી દીધો હતો.
પોલીસ પ્રાપ્ત વિગત પ્રમાણે બાંટવા પોલીસ સ્ટેશનમાં પ્રોહોબિશનનો ગુનો નોંધાયો હતો જેના પગલે પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા પાસાની દરખાસ્ત મોકલવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ અનીલકુમાર રાણાવસીયાએ વોરંટ ઇસ્યુ કર્યું હતું એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલ અને પોલીસ સ્ટાફે પોરંબદર ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને આરોપીને તેના ઘરેથી દબોચી લેવામાં આવ્યો હતો અને પાસા હેઠળ અટક કરીને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ધકેલી દેવામાં આવ્યો હતો આમ વધુ એક દારૂના કેસના આરોપી સામે કડક કાર્યવાહી કરતા દારૂના ધંધાર્થીમાં ફફડાટ ફેલાયો છે.