ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા વિશ્ર્વ પુસ્તક દિવસ નિમિત્તે રાજકોટ શહેરના બીગબજાર પાછળ બ્રહ્મકુંજ સોસાયટી મેઈન રોડમાં આવેલા સરદાર બાગમાં પુસ્તક પરબનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પુસ્તક પરબમાંથી વહેલી સવારે વોકીંગમાં આવતા 100 જેટલા ભાઈઓ-બહેનો, વડીલો પોતાને મનગમતાં પુસ્તકો લઈ ગયા હતા. આ ઉપરાંત 150થી વધુ નાગરિકોએ પુસ્તક પરબની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પુસ્તક પરબની મુલાકાતે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પૂર્વ સિન્ડિકેટ મેમ્બર દિનેશભાઈ ચોવટીયા, શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, પ્રિન્સિપાલ કિશોરભાઈ દવે, યુવા તબીબ ડો. આનંદ જસાણી, ક્ષત્રિય અગ્રણી બલભદ્રસિંહ ચુડાસમા, બ્રહ્મઅગ્રણી સુધીરભાઈ પંડ્યા, વિવેકાનંદ કેન્દ્રના રિદ્ધિબેન વગેરે હાજર રહ્યા હતા.