બોમ્બે હાઈકોર્ટે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને વિદેશ પ્રવાસની પરવાનગી નકારી, રૂ. 60 કરોડની છેતરપિંડી કેસમાં એલઓસી સ્થગિત કરવાનો ઇનકાર કર્યો.
બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુદ્રા અવાર નવાર લોકોની ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. થોડા સમય પહેલા તેના પર છેતરપિંડીનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ વચ્ચે શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટ તરફ મોટો ઝટકો મળ્યો છે. વાત એમ છે શિલ્પા અને રાજને થાઈલેન્ડ ફૂકેટમાં ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અરજી નકારવાનું સૌથી મોટું કારણ તેની સામે નોંધાયેલો ગંભીર ગુનાહિત કેસ છે.
- Advertisement -
બોમ્બે હાઈકોર્ટે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની વિદેશયાત્રાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. રાજ અને શિલ્પાના વકીલે દલીલ કરી હતી કે રાજ કુંદ્રાએ હંમેશા તપાસ એજન્સીઓ સાથે સહકાર આપ્યો છે, પરંતુ સરકારી વકીલે જણાવ્યું કે તેને કોઈ રાહત આપવી જોઈએ નહીં. આ મામલે આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે, જેમાં વધુ સ્પષ્ટતા આવે તેવી આશા છે.
શું લાગ્યા છે આરોપ
આ શિલ્પા અને રાજ પર ઉદ્યોગપતિ દીપક કોઠારીનો ગંભીર આરોપ લગાવ્યા છે. દીપક કોઠારીના મતે રાજ અને શિલ્પાએ તેની પાસેથી 60 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની ખાતરી આપી રૂપિયા લીધા હતા. તેને આરોપ લગાવ્યો કે આ રૂપિયાનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો. આ મામલે રાજ કુંદ્રા મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા સમક્ષ પૂછપરછ માટે હાજર થયા છે, અને આ કેસમાં તપાસ ચાલી રહી છે.
મુંબઈ પોલીસે શિલ્પા અને રાજ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે, જેના કારણે તેઓ વિદેશ જઈ શકતા નથી. આ દંપતીએ કોર્ટમાં અરજી કરી હતી કે આ પ્રતિબંધ હળવો કરવામાં આવે, કારણ કે રાજ કુંદ્રાને વ્યવસાય માટે અને શિલ્પા શેટ્ટીને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ માટે વિદેશ જવું જરૂરી છે. તેમની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે વિદેશયાત્રા પર પ્રતિબંધ તેમના વ્યવસાય અને વ્યવસાયના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. જોકે, હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી, અને હવે આ મામલો આગળની સુનાવણી પર નિર્ભર છે.
- Advertisement -
દંપતીએ મર્યાદિત સમય માટે – ઓક્ટોબર 2025 થી જાન્યુઆરી 2026 સુધી – તેમને વિદેશમાં મુસાફરી કરવાની મંજૂરી આપવા માટે એલઓસી સસ્પેન્શન માટે અરજી કરી છે. એલઓસી એ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા જારી કરાયેલ એક આદેશ છે જે વ્યક્તિની દેશની બહાર હિલચાલની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે, સામાન્ય રીતે કાયદા અમલીકરણ સત્તાવાળાઓની વિનંતી પર, જ્યારે તપાસ ચાલુ હોય.