અંતે સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. બંનેનાં લગ્નની તસ્વીરો સામે આવી છે જે હાલ સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.
- Advertisement -
અંતે સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. છેલ્લા 12 વર્ષોથી બંને એકબીજા સાથે રીલેશનશીપમાં હતા અને અંતે આ રીલેશનશીપ લગ્ન સુધી પંહોચી. પાયલ અને સંગ્રામનાં લગ્નની તસ્વીરો સામે આવી છે જે હાલ સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.
ભારતીય રીતીરીવાજથી અને ધૂમધામથી પાયલ અને સંગ્રામનાં લગ્ન સંપન્ન થઇ ગયા છે. લગ્નની જે તસ્વીરો સામે આવી છે તેમાં પાયલ ઘણી સુંદર દેખાઈ રહી છે અને લોકો તેના લુકના ઘણાં વખાણ કર્યા છે પાયલે લાલ લહેંગા સાથે હેવી જ્વેલરી પહેરી છે, પરંતુ મેકઅપ લાઈટ રાખ્યો છે. ત્યાં જ સંગ્રામે બેજ શેરવાની પહેરી છે અને સાથે જ મેચિંગ સાફો બાંધ્યો છે અને સંગ્રામ ઘણો હેન્ડસમ લાગી રહ્યો છે.
- Advertisement -
છેલ્લા ઘણાં સમયથી પાયલ અને સંગ્રામનાં લગ્નની ચર્ચાઓ ચાલી રહી હતી સાથે જ લગ્નની તસ્વીરો વાઈરલ થઇ એ પહેલાં બંનેનાં મહેંદી અને હલ્દીની તસ્વીરો પણ ઘણી વાઈરલ થઈ હતી. ભારતીય રીતી રીવાજ સાથે બંને એ લગ્ન કર્યા હતા. સાથે જ બધી વિધિઓ પૂર્ણ કરી હતી.
પાયલ તેના લગ્નની દરેક તસ્વીરોમાં ઘણી સુંદર લાગી રહી છે. પાયલે લગ્ન પહેલાં જ વિચારી લીધું હતું કે પ્રી વેડિંગનાં દરેક ફંક્શનમાં તેઓ ચોલી પહેરશે અને લગ્ન પછી મંદિરે દર્શન કરવ અજાશે ત્યારે તે સાડી પહેરશે. સાથે જ દરેક વાયરલ તસ્વીરોમાં બંનેને ખુબ સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. લોકોને બંનેની એ તસ્વીરો ઘણી પસંદ આવી રહી છે. પાયા અને સંગ્રામે તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા.
View this post on Instagram
બંને જેપી પેલેસ પર લગ્નનાં બંધનમાં બંધાયા હતા અને લગ્નના બંધનમાં બંધાતા પહેલાં બંને આગ્રાનાં એક પ્રાચીન મંદિરમાં જઈને દર્શન કર્યા હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. સાથે બંનેનાં લગ્નની બધી જ વિધિઓ આગ્રામાં જ થઇ હતી.