ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના દોલતપરા પાસે આવેલ ઇન્દ્રેશ્વર નજીકના ચેકડેમ માંથી યુવાનની લાશ મળી આવી હતી જે બાબતની જાણ ફાયર વિભાગ અને પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પોહચી લાશને બહાર કાઢવામાં આવી હતી. મૃતક યુવાન શહેરના 66 કેવી વિસ્તારમાં રેહતો મિહિર પ્રવીણભાઈ નિમાવત ઉ.35 મંગળવારે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવાનું કહીને ઘરે થી નીકળી ગયો હતો અને બપોરે તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે જમવાનું બનાવી રાખજો અને ત્યાર બાદ ઘરે નહિ આવતા પરિવારે મિહિર નિમાવતની શોધખોળ શરુ કરી હતી જયારે બુધવારે ઇન્દ્રેશ્વર નજીક જંગલ વિસ્તાર પાસેથી તેનું સ્કૂટર મળી આવ્યું હતું અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા ચેકડેમ માંથી મૃતદેહ મળી આવ્યો હતો અને પ્રાથમિક અનુમાન મુજબ મિહિરનો પગ લપસી જવાથી ચેકડેમમાં પડી ગયો હોય તેવું સામે આવ્યું હતું આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.