રસ્તો બ્લોક કરી નાખતા મોડી રાત્રે ટોળાં વિખેરવા માટે પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ
ત્રણ આરોપીઓની ધરપકડ થઇ જતા મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ માટે વતન વંથલી લઇ જવાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દલીત યુવાનની કરપીણ હત્યાના બનાવ બાદ ન્યાયની માંગ સાથે સમાજ મેદાનમાં ઉતર્યો હતો અને રાત્રે મૃતદેહ હોસ્પિટલ ચોકમાં લઇ બેસી જતા વાતાવરણ તંગ બન્યું હતું ટોળું બેકાબુ બનતાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ખડકાયો હતો ત્યારે જ મામલો વધુ ઉગ્ર બન્યો હતો થીઉચ્ચ પોલીસ અધિકારીઓની મધ્યસ્થી અને ત્રણ આરોપીની અટકાયત કરી લીધું હોવાનું પરિવારને જણાવતા પરીવારજનોએ લાશ સ્વીકારી અંતિમવિધિ માટે મૃતદેહ વતન વંથલી લઈને રવાના થયા હતા.
રાજકોટમાં મવડી પ્લોટમાં રહેતાં રાહુલભાઈ કાનજીભાઈ પરમાર નામના યુવાને નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.15ના તે અને તેમનો મિત્ર ભાવેશભાઈ ડાયાભાઈ વાણવી અને તેનો ભત્રીજો પ્રિન્સ સુનિલભાઈ વાણવી પણ બાઈકમાં જતા હતા ત્યારે રાત્રિના સમયે દ્વારકેશ પાર્ક મેઇન રોડ ડ્રીમ સિટી સામે પહોંચતા ચારથી પાંચ અજાણ્યા માણસોએ આવી લાકડી, ધારિયા, કુહાડી વતી ભાવેશભાઈને માર માર્યો હતો પ્રિન્સને પણ માર માર્યો હતો જે બાદ આરોપીઓ ભાવેશભાઈને ગાડીમાં બેસાડી લઈ ગયા હતા અને પ્રિન્સને માથામાં ઇજા થઇ હોય હું હોસ્પિટલે લઇ ગયો હતો બનાવ અંગે યુની. પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ ભાવેશભાઈનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો હત્યા બાદ જ્યાં સુધી આરોપી ન પકડાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો અને દલિત સમાજના આગેવાનોએ ઈન્કાર કરતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો સાંજ પડતાં જ ઉગ્ર પ્રત્યા ઘાતો પડ્યા હતાં અને દલિત સમાજના આગેવાનોએ મૃતદેહને પોલીસ કમિશ્નરના બંગલે લઈ જવાની જીદ કરતા પીએમ રૂમ ખાતે પણ પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તે પછી કલેકટરને આવેદન પાઠવવા પહોંચ્યા હતા અને ઉગ્ર રજુઆત કરી હતી.આ પછી બાદ પણ માંગણીનો સ્વીકાર ન થતા મૃતદેહને લઈ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા રસ્તો બ્લોક થવા લાગતાં અને ટોળું બેકાબુ બનવા લાગતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું હતું અને કેટલાંક લોકોની અટકાયત કરી હતી.
બીજી તરફ આરોપીઓની શોધમાં રહેલ એલસીબી ઝોન 2ના પીએસઆઈ આર એચ ઝાલા, એએસઆઈ હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ત્રણ ભાઈઓ રવિ મેરા જોગરાણા, સાગર મેરા જોગરાણા અને ગોપાલ મેરા જોગરાણાની ધરપકડ કરી લીધી હતી જે બાદ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મૃતકના પરિવારને ત્રણ આરોપીની અટકાયત કરી લીધી હોવાનું અને અન્ય આરોપીઓને પણ તુરંત પકડી કડક કાર્યવાહી કરવાનું આશ્વાશન આપતા પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કરી અંતિમવિધિ માટે વતન વંથલી લઈ જવામાં આવ્યો હતો.
હમીર સહિત ચારની શોધખોળ, કૃપાલીની પણ જરૂર જણાયે પૂછતાછ થશે : એસીપી પટેલ
- Advertisement -
રાજકોટમાં ભાવેશ વાણવી નામના યુવકની હત્યાના ગુનામાં એલસીબી ઝોન 2ની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ અંગે એસીપી ચિંતન પટેલએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઉપરોક્ત ગુનામાં પકડાયેલ ત્રિપુટીની પૂછતાછમાં સૂત્રધાર તરીકે હમીર જોગરાણા ઉપરાંત દેવકરણ, વિક્રમ અને લાલા નામના શખ્સનું નામ ખુલ્યું છે તે ચારેયની શોધખોળ હાથ ધરી છે હત્યા પાછળ હનીટ્રેપનો મામલો હોવાનું જણાઈ આવે છે કૃપાલી નામની યુવતી સાથે ભાવેશને સંબંધ હોય તેમજ હમીર સાથે પણ કૃપાલી ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં હોય તે બાબતે પણ મનદુ:ખ ચાલતું હતું આ કેસમાં જરૂર જણાયે કૃપાલીની પણ પૂછપરછ કરવામાં આવશે.



