26 વર્ષીય યુવાનનું તિરુનેલવેલી જિલ્લામાં નેવલ બેજ પર પોસ્ટિંગ હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના છેવાડાના કોટડા ગામનો રોહિત મશરૂભાઈ જીડીયા 6 વર્ષથી ઈન્ડિયન નેવીમાં અને હાલમાં તામિલનાડુ આઈએનએસ કટ્ટાબોમન નાવલ બેસ જિલ્લો તિરુનેલવેલીમાં ફરજ બજાવતા હતા અને 26 વર્ષના રોહિતભાઈ ફરજ દરમિયાન શહીદ થયા હતા. આ બાબતની પરિવારજનોને જાણ થતા આક્રંદ જોવા મળ્યો હતો. હાલ તેનું પોસ્ટિંગ તિરુનેલવેલી જિલ્લામાં નેવલ બેજ પર હતું. જ્યાં ફરજ દરમિયાન શહીદ થતાં એની જાણ પરિવારને થતાં આકરંદ જોવા મળતો હતો. પરિવારમાં માતા- પિતા, 2 નાનાભાઈ, પત્ની છે. શહીદ જવાન રોહિતભાઈના લગ્ન 3 પહેલા થયા હતા. હાલ તેમના પત્ની સગર્ભા છે. સંતાનનો જન્મ થાય તે પહેલા જ પિતાનું મૃત્યું થતાં ગમગીની છવાઇ છે. શહીદ જવાન રોહિતભાઈનો પાર્થિવ દેહ અમદાવાદથી સુરેન્દ્રનગર અને ત્યાંથી શહીદ જવાનની અંતિમયાત્રા ખીટલા બોર્ડથી ધાંધલપુર, ધજાળાથી કોટડા ગામે લઈ જતા મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનોએ દેશભક્તિના નારા લગાવીને યુવાનના શાહદતને વધાવી હતી અને કોટડા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.



