જૂનાગઢમાં એક કિ.મી. લાંબી શોભાયાત્રા નીકળી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીનો 3 મે અખાત્રીજના પાવન પર્વે જન્મ થયો હોય તેમના પ્રાગટ્ય મહોત્સવની જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. આ તકે અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદ બાપુના અધ્યક્ષસ્થાને તળાવ દરવાજા સ્થિત જાગનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નિકળી હતી.1 કિમી લાંબી શોભાયાત્રામાં પરશુરામજીના જીવન ચરિત્રને દર્શાવતા અનેક ફ્લોટ રજૂ થયા હતા તેમજ બહેનોએ તલવાર બાજી કરી વિરતાનું પ્રદર્શન કર્યું હતું.
બાદમાં રેલી બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડમાં સંપન્ન થતા તમામ ભૂદેવોએ સાથે બ્રહ્મ ભોજન લીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, વિશાલ જોષી, પી.સી. ભટ્ટ તેમજ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.આ શાભાયાત્રામાં કથાકાર ડો. મહાદેવ પ્રસાદ શાસ્ત્રી પણ જોડાયા હતા.