નવેમ્બર મહિનામાં દિવાળી પછી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે, છત્તીસગઢમાં બે તબક્કામાં તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે.
આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે અને આ માટે ચૂંટણી પંચે સંભવિત યોજના તૈયાર કરી છે. જે મુજબ છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે.
- Advertisement -
દિવાળી પછી આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
આ સાથે જ એમ પણ માહિતી મળી છે કે આ પાંચ રાજ્યોમાં નવેમ્બરમાં દિવાળી પછી ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધી મતદાન કરાવવાની યોજના છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો છે.
કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે બેઠક બોલાવી
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે આજે (શુક્રવારે) રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાના નિરીક્ષકોની બેઠક બોલાવી છે. ચૂંટણીના રાજ્યોમાં આદર્શ આચાર સંહિતા કેવી રીતે અસરકારક રીતે લાગુ કરી શકાય અને પૈસા અને સ્નાયુ શક્તિને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેની ચર્ચા થઈ શકે છે.