ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ અગાઉ બાઇડેન વહીવટી તંત્રે અમેરિકામાં રહેવા અને નોકરી કરવા માટે જરૃરી ગ્રીન કાર્ડ માટેના યોગ્યતા માપદંડો સરળ બનાવ્યા છે. ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા લોકો માટે પોલીસી ગાઇડન્સ જારી કરવામાં આવ્યું છે.
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેનના આમંત્રણને પગલે વડાપ્રધાન મોદી 21 થી 24 સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે. બાઇડેને 22 જૂનના રોજ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યુ છે. મોદા 22 જૂને કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા યોગ્યતા માપદંડ અંગે ગાઇડન્સ જારી કરવામાં આવ્યું છે. આ ગાઇડન્સ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (ઇએડી) અંગે નવી અને રિન્યુઅલ અરજીઓ માટે જારી કરવામાં આવ્યું છે. જેનાથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા હજારો ભારતીય આઇટી પ્રોફેશનલને મદદ મળશે. ગ્રીન કાર્ડ પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે પણ ઓળખાય છે. આ કાર્ડથી અમેરિકામાં કાયમી વસવાટની મંજૂરી મળે છે.
- Advertisement -
હાલમાં દર વર્ષે એમ્પ્લોયમેન્ટ આધારિત 1,40,000 ગ્રીન કાર્ડ જારી કરવામાં આવે છે. જો કે આ પૈકી કોઇ પણ દેશને સાત ટકાથી વધારે ગ્રીન કાર્ડ આપવામાં આવતા નથી. એફઆઇઆઇડીએસના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલને મોટા પ્રમાણમાં ફાયદો થશે.