મહિલાના પરિવારે ડે.કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પાલીતાણા પ્રસુતિ ગૃહ વિભાગની ઘોર બેદરકારીને લયને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. પાલીતાણામાં મહારાણી સીતાબાએ મહિલાઓ માટે આપેલી અમૂલ્ય ધરોહર મહારાણી સીતાબા પ્રસુતિ ગૃહ જેનો ઉપયોગ પાલીતાણાવાસીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પ્રસુતિ પીડામાં કરી શકે તે માટે આ મૂલ્યવાન ધરોહર આપેલી છે. પરંતુ આ અમૂલ્ય ધરોહરમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓને અહીં કામ કરતા કર્મચારીઓને લઈને તકલીફો વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે મહિલાના પરિવાર દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
- Advertisement -
પાલીતાણામા પ્રિયાબેન નિકુલભાઇ પરમાર નામની મહિલાને પ્રસુતા પીડા થતા ગત વેલી સવારના અરસામાં માનસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને હાજર ડોક્ટર દ્વારા ખુબ સરસ રીતે સિઝેરિયન કર્યા બાદ બાળકનો જન્મ થયો હતો અને હોસ્પિટલમાં તમામ પ્રકારની કામગીરી કર્યા બાદ પ્રિયાબેન નામની મહિલાને મહારાણી સીતાબા પ્રસુતિ ગૃહ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં મહિલાને એક તૂટેલા બેડ પર સુવડાવી દેવામાં આવી હતી. જેના કારણે મહિલા પ્રિયાબેનના ભાઈ અજયભાઈ સોલંકીએ ત્યાં હાજર રહેલા સ્ટાફને બેડ બદલવા માટે કહ્યું હતું. પરંતુ બેડ ન બદલી આપતા મહિલાના પરિવારજનો દ્વારા તૂટેલા બેડનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને જે વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.