આપણે ભગવાન બુદ્ધ કે એમના જેવા જ બીજા મહાન પુરુષોની તસવીરોમાં એમના મસ્તકની આસપાસ એક તેજોમંડળ નિહાળીએ છીએ. આ આભામંડળને અંગ્રેજીમાં ઓરા કહે છે.
ઓરા એટલે કોઇ પણ વ્યક્તિ, કોઇ પણ મનુષ્યના વ્યક્તિત્વનું પ્રતિબિંબ. જે તે મનુષ્ય કેટલો પવિત્ર છે અથવા કેટલા અંશે દુષ્ટ છે એના આધારે તેનો ઓરા સર્જાય છે. હવે તો ઓરા માપવાનાં યંત્રો પણ ઉપલબ્ધ થઇ ગયાં છે.
- Advertisement -
સામાન્ય સજ્જન વ્યક્તિત્વના ઓરા 6 ફૂટ જેટલા વિસ્તરેલા હોય છે. ભગવાન બુદ્ધ કે સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિત્વના ઓરા કેટલાંય દૂરદૂરનાં અંતર સુધી પોતાનો પ્રભાવ પાડે છે. આપણો ઓરા વધારે શુદ્ધ અને પવિત્ર બનાવવા માટે કેટલાક ઉપાયો ઉપલબ્ધ છે. કેટલાક બાહ્યોપચાર અને કેટલાક આંતરિક માર્ગો દ્વારા આપણે આપણો ઓરા સુધારી શકીએ છીએ. એ વિશે વધુ વાત ભવિષ્યમાં કરીશું.