નવરાત્રી તહેવારને લઈને માટીના ગરબાની માંગ વધી
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢમાં પ્રાચિન નવરાત્રિને ઉજવતા માઈ ભક્તો દ્વારા માટીનાં ગરબાનું વિધિવત સ્થાપના કરવામાં આવે છે અને માતાજીની આરાઘના કરવામાં આવતી હોય છે ત્યારે ધીરે ધીરે લુપ્ત થવાની તૈયારીમાં રહેલી ચાકડે માટીનાં વાસણો અને ગોળા તેમજ ગરબા હજુ પણ જૂનાગઢનાં જોષીપરા વિસ્તારનાં કુંભાર પરિવારે જાળવી રાખી છે. છેલ્લી ત્રણ પેઢીથી ગરબા બનવતા આ પરિવારે ચાલુ વર્ષમાં નવરાત્રી આવતાં પહેલાં જ ગરબાની માંગ વધી છે ત્યારે નવા ચાકડે માટીના નવા ગરબા બનવામાં વ્યસ્ત બન્યા છે અને તેને કલર કરી સુશોભિત કરી બજાર સુધી પહોંચાડવામાં આવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે નવરાત્રી પૂર્વે માતાજીનું સ્થાપન કરવામાં આવેછે અને નવ દિવસ સુધી માતાજીની આરતી સાથે પૂજન કરવામાં આવેછે ત્યારે નવરાત્રી પેહલા માટીનાં ગરબાની માંગ પણ વધી છે.