ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટ જિલ્લાના લોધિકા રાજકોટ તથા પડધરી તાલુકાના ગામોને આવરી લેતી લોધિકા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી વર્ષ 2002માં શરૂ કરવામાં આવી અને આ યોજનાનું કામ વર્ષ 2003માં પૂર્ણ કરી તબક્કાવાર ગામોને પાણી પુરવઠો શરૂ કરી યોજનાને કાર્યરત કરવામાં આવી છે. એ યોજના અંતર્ગત સમાવિષ્ટ ગામોને હાલમાં 70 લીટર વ્યક્તિ પ્રતિ દિવસના દરે પાણી આપવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની હાલની જરૂરિયાતોને તેમજ વધતી જતી વસ્તીને ધ્યાને લઈને રાજકોટ ગ્રામ્ય-71 વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી ભાનુબેન બાબરીયાને પીવાના પાણીના પુરવઠામાં વધારો કરવા ભલામણ કરવામાં આવી હતી
- Advertisement -
જે ધ્યાને લઈને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ દ્વારા હાલની હયાત યોજનાના 33 ગામોમાં પાણી 100-140 લટિર વ્યક્તિ પ્રતિ દિવસના દરે પૂરતો પાણી પુરવઠો પૂરો પાડવા માટે રૂા. 45 કરોડ 78 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.
લોધિકા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગતના વિસ્તારમાં પાણી વિશેષ સવલત મળતાં લોધિકા તાલુકાની આ યોજના મંજૂર થવાથી લોધિકા તાલુકાના પ્રજાજનો માટે પાણીની સમસ્યાનો નક્ક્ર ઉકેલ આવશે જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો સર્વે પ્રજાજનોએ આભાર માન્યો હતો.