રાજા વિરવિક્રમના ઉજ્જૈન ધામમાં 500થી વધુ વર્ષો પૂર્વેનું 50 ફૂટ ઉંચા ડુંગરા પર પ્રાચીન શિવ મંદિર
ખુદ જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણએ યોગેશ્ર્વર મહાદેવની સેવા પુજા કરી હોવાના પ્રમાણ મળ્યા છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
દેશભરમા મહાકાલ અને હરસિધ્ધિ માતાજી સહિતના તમામ દેવસ્થાનોને કારણે અવંતિકા નગરી તરીકે જાણીતા સુપ્રસિધ્ધ યાત્રાધામ રાજા વિરવિક્રમના ઉજ્જૈન ધામમા 500થી વધુ વર્ષો પૂર્વેનું 50 ફૂટ ઉંચા ડુંગરા પર પ્રાચીન શિવ મંદિર આવેલુ છે. જે યોગેશ્વર મહાદેવથી ઓળખાય છે. કહેવાય છે કે, અહીંયા ભગવાન શ્રીકૃષ્ણ મહાદેવજીની પુજા અર્ચના યોગ સાધના કરતા હોવાના પ્રમાણ જોવા મળ્યા હોય એના પરથી ભગવાન ભોળાનાથનુ યોગેશ્વર મહાદેવ નામકરણ ભગવાન શ્રીકૃષ્ણ એ કર્યુ હોવાની લોકવાયકા છે. હજારો વર્ષ પૂર્વે અવંતિકા નગરી ઉજ્જૈન ખાતે હાલમા આવેલા ગુજરાતી સમાજના ભવન પર આવેલા ડુંગરાળ વિસ્તારમા 500 ફૂટ ઉંચા ડુંગરા ઉપર અતિ પ્રાચીન શિવ મંદિર આવેલુ છે. યોગેશ્વર મહાદેવ તરીકે ઓળખવામા આવતા શિવજીના મંદિરની કલાકૃતિ જોતા ઉંચી પીઠનું અતિ પ્રાચીન શિવલિંગ છે.
કહેવાય છે કે, ખુદ જગતના નાથ ભગવાન દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અહીંયા સ્વયંભૂ શિવલિંગની પુજા અર્ચના અને શીશ ઝુકાવવા પધારતા અને એ વખતે ડુંગરાળ પ્રદેશના એકાંતમા આવેલ ભગવાન ભોળાનાથના અતિ પૌરાણિક શિવમંદિરે દેવાધિદેવ મહાદેવજીની સેવા પુજા અર્ચના યોગ સાધના ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એકાંત હોવાથી યોગ તપ જપ કરવા આવતા રહેતા હતા. અને ખુદ ભગવાન શ્રીકૃષ્ણ એ જ આ શિવજીનું યોગેશ્વર મહાદેવ નામકરણ કર્યુ હોવાનુ ઉજ્જૈનવાસીઓ કહીં રહ્યા છે. ખૂબ ઉંચાઈ પર આવેલા હોવાથી એકદમ શાંત અને એકાંત હોવાથી સાધના કરવા માટે રમણીય સ્થળ છે. શિવલિંગ સ્વયંભૂ છે. શિવ ભક્તોની આસ્થાનુ કેન્દ્ર છે. જાણવા મળ્યા પ્રમાણે અહીંયા પ્રવેશતા જ મંદ મંદ ઠંડક ભરી પવનની લહેરખીઓથી કુદરતી આબોહવાનો અહેસાસ થતા તન અને મન ને શિતળતા ની અનૂભુતિ થાય છે.
હિન્દુ ધર્મના તમામ પવિત્ર તહેવારોના પર્વ ઉપરાંત સ્થાનિક ભાવિકજનો અહી આસ્થાભેર માથુ ટેકવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. શ્રધ્ધાળુઓની શ્રધ્ધાપૂર્વકની માનતા અહીયા શીશ ઝુકાવવાથી ફળીભૂત થતી હોવાનુ આસ્થાળુઓ કહે છે. દર વર્ષે શિવરાત્રીએ દાદાને ફરાળનો ભોગ પ્રસાદ ધરાવી શિવભક્તો માટે ખાસ ફરાળનો પ્રસાદ દાદાના સાનિધ્યમાં કરાવવાની વર્ષોથી પરંપરા જાળવી રાખવામાં આવી છે.
- Advertisement -
જાણવા મળ્યા પ્રમાણે 800 વર્ષ પૂર્વે સૌ પ્રથમ વખત જીર્ણોધ્ધાર થયા બાદ ત્રીસ વર્ષ પૂર્વે 1995માં બીજી વખત મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો હોવાનુ પુજારી પ્રકાશભાઈ રાવલે જણાવ્યુ હતુ. હાલ, નગરનિગમના કર્મચારી સુરેશ સીંગ રાજપુત મંદિરની સુરક્ષા અને ગોપનીયતા જાળવી સ્વચ્છતા જાળવણી સહિતની સંભાળ રાખે છે. ટેકરી નીચે જ ગુજરાતી સમાજનુ વિશાળ ભવન આવેલું છે. ગુજરાતથી યાત્રાધામ પ્રવાસે જતા ગુજરાતીઓને રહેવા જમવા માટે ઉત્તમ સ્થળ છે. ગુજરાતીઓએ પ્રવાસ દરમિયાન કુદરતના ખોળે ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લેવા જેવો છે.



