ઘણા સમયથી MBBS ડોકટર ન હોવાથી 13 ગામના લોકોને પડતી મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ ઉના, તા.1
ઉના તાલુકાના સનખડા ગામે પીએસસી આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં છેલ્લા ઘણા સમયથી એમબીબીએસ ડોક્ટર અને છેલ્લા બે વર્ષથી એમ્બ્યુલન્સ પણ ધૂળ ખાઈ રહી છે જોકે આ આરોગ્ય કેન્દ્ર હેઠળ તેર ગામો આવે છે જોકે આ 13 ગામના લોકોને એમ્બ્યુલન્સની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો શું કરવું હાલમાં આ તેર ગામના લોકોને એમબીબીએસ ડોક્ટરના હોવાથી સામતેર અથવા ઉના ધક્કા ખાવાનો વારો આવે છે
- Advertisement -
ગાંગડા સરપંચનો પ્રતિનિધિએ ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે અમારે અહીંથી ત્રણ કિલોમીટરની અંદર સનખડા પીએચસી લાગુ પડે છે પણ ક્યારેક અમારા ગામના લોકોને જો કુતરુ કરડે તો ઇન્જેક્શન માટે પણ ધક્કા ખાવા પડે છેઅને ફિલ્ડ કર્મચારી ઓ બે થી ત્રણ ધરે જય ને સંતોષ માની લેય છે સનખડા પીએસસી સેન્ટર નીચે આવતા સોંદરડા ગામના સરપંચ પ્રતિનિધિનો સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે છેલ્લા 10 થી 15 દિવસમાં અમારા ગામમાં કોઈ આરોગ્ય કર્મચારીઓ દેખાયા નથી
સનખડા પીએસસી સેન્ટર નીચે આવતા માણેકપુર ગામમાં સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવેલું કે આરોગ્ય કર્મચારીઓ બુધવાર રેઆવે સે પેટા આરોગ્ય કેન્દ્ર ના સીએચઓ મને ક્યારેય મળ્યા નથી મળ્યા હોય તો મને ખ્યાલ નથી સોંદરડી ગામના સરપંચએ જણાવેલું કે અમારા ગામમાં આરોગ્ય કર્મચારીઓ દર આઠ દિવસે પંદર દિવસે આવે છે