દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યો હતો. રામલલાના દર્શન કર્યાં બાદ અંબાણી પરિવાર ગદગદિત છે અને રામજન્મભૂમિ ટ્રસ્ટને 2.51 કરોડનું દાન આપ્યું છે.
#WATCH | Reliance Industries chairperson Mukesh Ambani, founder and chairperson of Reliance Foundation Nita Ambani arrive at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony
- Advertisement -
"It is a historic day," says Nita Ambani
"Lord Ram is… pic.twitter.com/iJPPNWTZS5
— ANI (@ANI) January 22, 2024
- Advertisement -
અંબાણી પરિવારમાંથી કોણ કોણ હાજર
મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા. આખો પરિવાર ભગવાન રામના દર્શને ગયો, આ અવસર પર આખો પરિવાર ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહ્યો હતો. મુકેશ અંબાણીના પરિવાર તરફથી રામ મંદિર ટ્રસ્ટને 2.51 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું કે ભગવાન શ્રી રામ આવી રહ્યા છે. હું ભાગ્યશાળી છું કે હું આ ક્ષણનો સાક્ષી છું. નીતા અંબાણીએ કહ્યું કે, ‘પહેલા જય શ્રી રામ… આ એક ઐતિહાસિક દિવસ છે. મને ભારતીય સંસ્કૃતિ પર ગર્વ છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ કહ્યું હતું કે આ દિવસ ઇતિહાસના પાનામાં લખાશે. ઈશા અંબાણીએ કહ્યું- આજનો દિવસ અમારા માટે સૌથી પવિત્ર દિવસોમાંનો એક છે. ઈશા અંબાણીની સાથે તેમના પતિ આનંદ પીરામલ પણ હતા, જેમણે કહ્યું હતું કે, “જય શ્રી રામ ! મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભગવાન રામજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અનંત સાથે તેની થનારી પત્ની રાધિકા પણ હાજર હતી.
#WATCH | PM Modi greets Ram Temple 'Pran Pratishtha' program attendees in Ayodhya
Reliance Industries Chairman and MD Mukesh Ambani & his wife Nita Ambani, former PM HD Deve Gowda and his son HD Kumaraswamy are among the attendees pic.twitter.com/gfyAGuQHwH
— ANI (@ANI) January 22, 2024
ઈશા અને તેના પતિએ શું કહ્યું
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પતિ આનંદ પીરામલ સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહી હતી. ઈશા અંબાણીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, જ્યારે આનંદ પીરામલને આ અવસર વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમનો જવાબ હતો – જય શ્રી રામ. આ ઉપરાંત મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ અયોધ્યા પહોંચ્યા હતા. આ પ્રસંગે અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પણ પોતાની પુત્રી અનન્યા બિરલા સાથે શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા પહોંચ્યા હતા.
Thalaivaa Rajinikanth with sachin Mukhesh Ambani 😍❤️🔥#Thalaivar #Rajinikanth#SachinTendulkar #MukeshAmbani#AyodhyaRamMandir
— Rajini Kaavalan (@kavalan_rajini) January 22, 2024