તંત્રએ સ્થળ મુલાકાત લઈ દબાણદારોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સૂચના આપી
આજે મનપાના અધિકારીઓએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ દબાણદારોને અંતિમ સૂચના આપી હતી. નાયબ કાર્યપાલક ઇજનેર જણાવ્યું હતું કે, કમિશનરના આદેશથી આગામી સોમવારથી જંગલેશ્ર્વર વિસ્તારમાં 15 મીટરના ટી.પી. રોડ પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રૂબરૂમાં લોકોને સમજાવવામાં આવ્યા છે કે, જે માર્કિંગ કરવામાં આવ્યું છે ત્યાં સુધીનું દબાણ તેઓ જાતે જ દૂર કરે.



