હોટેલ, પાનના ગલ્લા, પંચરની દુકાન સહિતનું બાંધકામ હટાવાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ બાદ હવે ભૂમાફિયાઓ પર તંત્રની લાલઆંખ થઈ છે. જેમાં અગાઉ થાનગઢ અને મૂળી પંથકમાં કોલસાનો કાળો કારોબાર કરતા ખનિજ માફીયાઓ સામે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ થાનગઢ પંથકના જામવાડી વિસ્તારમાં વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર દ્વારા ચોટીલા રોડ પર ફોરેસ્ટની જમીન પર બનાવવામાં આવેલ હોટલને તોડી પાડવાની કામગીરી કરી હતી જે બાદ હવે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા મુળી તાલુકાના શેખપર ગામે હાઇવે પર કિંમતી જમીન પર કરેલ દબાણને હટાવાયું હતું.
- Advertisement -
જેમાં જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા મૂળી તાલુકાના શેખપર ગામે સરકારી સર્વે નંબર 466/1/પૈકી 4 વાળી જમીન પર આશરે 15 વર્ષથી ખડકી દીધેલ પાક્કું બાંધકામ જેમાં હોટલ, પાનના ગલ્લા, કરિયાણાની દુકાન પાંચાળની દુકાન સહિતનું દબાણ હટાવવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર દબાણ કરનાર સુખદેવસિહ બહાદુરસિંહ પરમાર, દશરથસિંહ જોરૂભા પરમાર તથા બળવંતસિંહ હેમુભા પરમાર દ્વારા શેખપર ગામે શિવશક્તિ હોટલ, માંડવરાયજી હોટલ, બે પાનના ગલ્લા, પાકો શેડ, પંચારની દુકાન, કરિયાણાની દુકાનનું પાક્કું બાંધકામ હટાવી આધારે 1.50 કરોડ રૂપિયાની કિંમતી જમીન ખુલ્લી કરી કાર્યવાહી હાથ ધરી હતી.