કન્નડ પરંપરાને ધ્યાનમાં રાખીને નિર્ણય
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-2’ રિલીઝ થઈ ગઈ છે. ‘પુષ્પા’ના પ્રથમ ભાગની જોરદાર સફળતા બાદ ફેન્સને ફિલ્મના બીજા ભાગનો આતુરતાથી ઈંતઝાર હતા.
- Advertisement -
ફિલ્મ ઓપનીંગમાં જ કરોડોની કમાણી છે અને ઘણા સિનેમાઘરોમાં ફિલ્મના મધરાતના પણ શો રખાયા છે ત્યારે કન્નડ ફિલ્મી પરંપરાને લઈને બેંગ્લુરુ જિલ્લા પ્રશાસને ‘પુષ્પા-2’ના બેંગ્લુરુમાં મિડનાઈટના શો પર જિલ્લા પ્રશાસને પાબંદી લાદી છે, જેના કારણે ફેન્સ નિરાશ થયા છે.
શા માટે રાતના શો કેન્સલ થયા
દેશના અનેક સિનેમાહોલમાં ‘પુષ્પા-2’ના મિડનાઈટના શો યોજાયા છે. બેંગ્લુરુમાં પણ ફિલ્મનો ક્રેઝ જોઈને ફિલ્મને મધરાતે રિલીઝ કરવાની હતી પણ બેંગ્લુરુ જિલ્લા પ્રશાસને તેના મધરાતના સ્ક્રીનને રોકવાનો આદેશ સંભળાવ્યો હતો.
જિલ્લા પ્રશાંસને આ નિર્ણય કન્નડ ફિલ્મ પ્રોડયુશર્સ એસોસીએશનની તેમની સામે છેલ્લી અરજી બાદ લીધો છે. એસો.નું કહેવું છે કે કન્નડ સિનેમાની હંમેશા પરંપરા રહી છે કે કોઈપણ ફિલ્મની સવારે 6 વાગ્યા પહેલા રિલીઝ ન કરવામાં આવે.