ફિલ્મ ‘ગંગુબાઈ’ અને ‘RRR’ની સફળતા બાદ આલિયા ભટ્ટ હવે તેની પહેલી હોલીવુડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. આલિયા ભટ્ટ હવે તેના ચાર્મથી ઈન્ટરનેશનલ ફેન્સને દિવાના બનાવશે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે તેની પ્રથમ હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે અને તેના માટે તે ખૂબ જ નર્વસ ફિલ કરી રહી છે.
‘હાર્ટ ઓફ સ્ટોન’માં જોવા મળશે આલિયા
આલિયા ભટ્ટ નેટફ્લિક્સની જાસૂસી થ્રિલર ‘હાર્ટ ઓફ સ્ટોન’માં જોવા મળશે અને તેણે તેના શૂટિંગમાં પહોંચવા માટે ફ્લાઈટ લઈ લીધી છે. આ ફિલ્મમાં તે ગેલ ગેડોટ સાથે જોવા મળશે. ફિલ્મનું ડાયરેક્શન ટોમ હાર્પર કરી રહ્યા છે.
- Advertisement -
https://www.instagram.com/p/Cdug-JnM0qP/
શૂટિંગ પહેલા આલિયાએ કરી પોસ્ટ
આલિયા ભટ્ટે શૂટિંગ શરૂ કરતા પહેલા એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે કે, ‘હું મારી પહેલી હોલીવુડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છું. હું મારી જાતને ન્યૂકમર જેવું ફિલ કરી રહી છું. હું ખૂબ જ નર્વસ છું. મને શુભકામનાઓ’
‘હાર્ટ ઓફ સ્ટોન’માં આલિયા ભટ્ટ કયા પાત્રમાં જોવા મળશે, તેનો લુક કેવો હશે તે હજુ જાહેર થયું નથી. ગેલ ગેડોટે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે, જેનો ફોટો તેણે શેર કર્યો છે. હવે આલિયાના ફેન્સ સેટ પરથી તેના ફોટો વીડિયો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
- Advertisement -
સુપર હિટ રહી આલિયાની આ ફિલ્મો
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ હાલમાં જ ફિલ્મ ‘ગંગુબાઈ’, ‘RRR’માં જોવા મળી હતી. આ સિવાય તેના ફેન્સ રણબીર કપૂર સાથેની તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.