ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાંકાનેર નજીક પેટ્રોલપંપમાં લુંટ કરીને ફરાર થયેલા આરોપીને 12 વર્ષે રાજકોટ જીલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. વાંકાનેર નજીક આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપમાં લૂંટ ચલાવવાના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો આરોપી દિનેશ મોતીભાઈ ભુરીયા (રહે. ઉબેરાવ, જાંબુઆ, મધ્યપ્રદેશ) હાલમાં રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ખજુરડા ગામે દરોડો પાડીને આરોપી દિનેશને ઝડપી પાડીને વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કર્યો હતો.