કાંકરિયા પાસેથી બાઈક ચોર્યું અંતે પોલીસના હાથે ચડ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
તાજેતરમાં તા. 07.02.2025 ના રોજ મણિનગર રાજેન્દ્રપાર્ક ખાતે રહેતા ફરિયાદી પ્રકાશભાઇ નરેન્દ્રભાઈ મકવાણાએ મણિનગર કાંકરિયા પિકનીક હાઉસ ખાતે પાર્ક કરેલ પેશન પ્રો મોટર સાયકલ કોઈ અજાણ્યા ચોર લોક તોડી, ચોરી ગયેલ હોય, આ બાબતે ફરિયાદી પ્રકાશભાઇ મકવાણા દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીનો ગુન્હો નોંધાવતા, મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ ટીમ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન હીરાભાઈ ટાવર પાસેથી આરોપી તરુણસિંહ ઉર્ફે રાજ રાજેન્દ્રસિંહ બારડ ઉવ. 33 રહે. સી/01/50, મધુવન ફ્લેટ, અમરાઈવાડી, અમદાવાદ મૂળ રહે. ટીટોદણ ગામ તા. વિજાપુર જી. મહેસાણાને અડધી ક્ષતિ ગ્રસ્ત નંબર પ્લેટ આધારે શંકાસ્પદ હાલતમાં પેશન પ્રો મોટર સાયકલ સાથે પકડી પાડી, મોટર સાયકલના નંબર ૠઉં-27ઉ-0697 ઉપરથી પોકેટ કોપ એપ્લિકેશન આધારે તપાસ કરવામાં આવતા, આ મોટર સાયકલ મણિનગર પોલીસ સ્ટેશન ખાતેથી જ ચોરી કરેલાની વિગત જાણવા મળતા, વાહન ચોરીમાં ગયેલ મોટર સાયકલ કિંમત રૂ. 12,000/ ના મુદામાલ સાથે પકડી ધરપકડ કરવામાં આવેલ છે. અમદાવાદ શહેર મણિનગર પોલીસની ટીમ દ્વારા પકડાયેલ આરોપી તરુણસિંહ ઉર્ફે રાજ બારડની પૂછપરછ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલા આરોપી લોક તોડી, વાહન ચોરી કરવાના આ પ્રકારના ગુન્હાઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું જણાઈ આવેલ છે અને પોકેટ કોપ એપ્લિકેશન આધારે ગુન્હાહિત ઇતિહાસ તપાસવામાં આવતા, ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરના અમરાઈવાડી, આણંદ જિલ્લાના આણંદ ટાઉન ખાતે બે વાહનચોરીના, અમદાવાદ શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ, છેતરપિંડીના તથા સરખેજ પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા ભંગના એમ કુલ ચાર ગુનાઓમાં પકડાયેલ આંતરજીલ્લા ગુન્હેગાર હોવાની વિગતો બહાર આવેલ છે.
- Advertisement -
એમબીએ સુધી ભણેલા આરોપીએ ત્રણ લાખ રૂપિયા જેટલું દેવું થઈ જતા ચોરી ચાલુ કરી
આરોપી તરુણસિંહ ઉર્ફે રાજ બારડ એમબીએ સુધી ભણેલ છે અને આશરે ત્રણ લાખ રૂપિયા જેટલું દેવું થઈ જતા, તે ભરપાઈ કરવા તેમજ જીવન નિર્વાહ ચલાવવા માટે વાહન ચોરી કરવાના રવાડે ચડી ગયો હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. આ વાહન ચોરી કર્યા બાદ બાપુનગર વિસ્તારમાં આવેલ આંગડિયા ઓફિસ તથા હીરાબજાર ખાતે રેકી કરી, લૂટ કરવાનો પ્લાન પણ બનાવ્યો હોવાની કબૂલાત કરતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મણિનગર પોલીસની સતર્કતાના કારણે બાપુનગર વિસ્તારમાં આંગડિયા પેઢી કે હીરાબજારમાં આરોપી રોકડ રકમની લૂંટ કરે, તે પહેલા જ પકડાઇ ગયેલ હતો.