અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.10
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ધટના સામે આવી હતી. રાજુલાના હિંડોરણા ગામ નજીક ધાતરવડી બ્રિજ પર ફોરવ્હીલ કાર અને ટેમ્પો ટ્રાવેલીંગ કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બન્ને ડ્રાઇવરો સહિત 6 મહિલા એમ કુલ આઠ વ્યકિતઓ ઇજાગ્રસ્ત થયા હતાં. ઇજાગ્રસ્તોને 108 મારફતે રાજુલાની ખાનગી સીસારા ઓરથોપેડિક હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યાં. અકસ્માત સર્જાતા થોડીવાર માટે બ્રીજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. આ ધટનાની જાણ રાજુલા પોલીસને થતા ધટધા સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે