પાદરીયા નજીક લગ્ન પ્રસંગમાં પોલીસ પર હુમલો થયો હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢના પાદરીયા નજીકથી બેદિવસ પહેલા પીઆઇ પર હુમલો કરી ફરાર થઇ ગયેલા બુટલેગર ચાર શખ્સને એલસીબીએ રાજસ્થાનના જોધપુરની હોટલમાંથી પકડી લઇ જૂનાગઢ લઇ આવી હતી. આ શખ્સોની ધવુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ પાસેના પાદરીયા ગામે દ્વારકાધીશ ફાર્મમાં લગ્ન પ્રસંગે આવ્યો હોવાની બાતમી મળતાં તપાસનીશ પીઆઈ વી. જે. સાવજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે લખનને પકડવા ગયા હતા. સ્થળ પરથી લખનને પકડતા અન્ય 8 શખ્સ પીઆઇ સાથે ઝપાઝપી કરી માર મારી લખન મેરુને ભગાડી ગયા હતા.
- Advertisement -
આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. દરમ્યાન બુટલેગરને જૂનાગઢનો સુનિલ લાખા ભારાઈ, અલી ઉર્ફે બબલુ રફીક મકરાણી, જયેશ ઉર્ફે ઈલુ અશોક ગાંગડીયાએ કારમાં લઈ જઈ રાજસ્થાનના જોધપુરની હોટલ ડેઝલમાં છુપાવ્યો હોવાની બાતમી એલસીબીના દિવ્યેશ ડાભી, દિપક ચૌહાણને મળી હતી. જેના પગલે શનિવારની મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે. જે. પટેલની ટીમના પીએસઆઇ ડી. કે. ઝાલા, વાય. પી. હડિયા, સ્ટાફના નિકુલ પટેલ, વનરાજસિંહ ચુડાસમા, જીતેશ મારુ, વનરાજ ચાવડા વગેરેએ ધસી જઇ સ્થાનિક પોલીસની મદદ મેળવી ચારેયને દબોચી લીધા હતા. અને કાર, 6 મોબાઈલ, 21,900ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.