ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજીના હસ્તે સોનાના ઝાડુથી ‘છેડાપોર’ અને ‘પહિન્દ’ વિધિ કરાઈ
વહેલી સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરી આરતી કરાઈ
- Advertisement -
નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતનાઓે દ્વારા દોરડા ખેંચીને રથને ખેંચવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગરમાં આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની 37મી રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી છે. તે પહલા ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ જ ભગવાનની આંખ પરથી પાટા ખોલી દેવામાં આવે છે. ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજીના વરદ હસ્તે સોનાના ઝાડુથી “છેડાપોર” અને “પહિન્દ” વિધિ કરવામાં આવી હતી.
- Advertisement -
આજે વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી હતી. સંતો, મહંતો મહામંડલેશ્વર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે સોનાના ઝાડુથી “છેડાપોર” વિધિ તથા “પહિન્દ” વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.
ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન દાણીધારીયા, અને ધારાસભ્યના હસ્તે સોનાના ઝાડુથી “છેડાપોર” વિધિ તથા “પહિન્દ” વિધિ પૂર્ણ કરી રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી, જેમાં નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ભોઈ સમાજના ભાઈઓએ દોરડા ખેંચીને રથને ખેંચ્યો હતો.