ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પાલીતાણા શ્રી શત્રુંજય તળેટી મધ્યે શ્રી માણીભદ્ર મંદિરની 25 મી સાલગિરિ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. વિમલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી પ્રદ્યુમનવિમલ સૂરીશ્વરજી મહારાજ સાહેબ મગરવાડા ગાદી પતિ પરમ પૂજ્ય વિજય સોમજી સહિત આદિ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબની નિશ્રામાં ત્રિ દિવસીય મહોત્સવ ઉજવાયો. જેમાં પાર્શ્વપંચ કલ્યાણક પૂજા, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવેલ. તારીખ 10 ફેબ્રુઆરીના રોજ માણિભદ્ર વીર પૂજન, હવન તથા ધજા સહિતના વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો થયા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. શ્રી માણિભદ્ર બસ સ્ટેન્ડ તળેટી ને નવું પ્રિન્ટર ને કોમ્પ્યુટર શ્રી માણીભદ્ર મંદિર ટ્રસ્ટ દ્વારા સપ્રેમ ભેટ આપવામાં આવ્યું લાભાર્થી મરઘાબેન અમુલખદાસ મણિયાર પરિવાર દ્વારા કાર્યક્રમનો લાભલીધો હતો.