ટી બોર્ડના મેમ્બર દિનેશ કારીયા કલકત્તા જવા રવાના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ટી બોર્ડ ઓફ ઇન્ડિયા 251મી બોર્ડ મિટીંગ હોટેલ પ્રાઇડ પ્લાઝા કલકત્તા ખાતે તા. 5 માર્ચે મળશે. આ મીટીંગમાં ઘણા અગત્યના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને ગયા વર્ષે ઉત્પાદન ઘણું ઓછું થયું હતુ અને આસામમાં વાતાવરણ ખૂબ ખરાબ રહ્યું હતું જેના કારણે ચાની ક્વોલિટીને લગતાં પ્રશ્ર્નો ઉપસ્થિત થયાં હતા. ચાનુ ઉત્પાદન વાતાવરણ ઉપર નિર્ભર છે. ગયા વર્ષ કરતાં આ વર્ષ સારૂ જશે તેવું વાતાવરણ લાગી રહ્યું છે. ગયા વર્ષે ભારતે ચાની નિકાસ ઓછી કરી હતી અને બહાર દેશમાંથી આયાત વધુ થઈ હતી, પરંતુ આ વર્ષ આપણા દેશમાં ઉત્પાદન સારૂ રહે તેવી શક્યતા છે. આસામ બંગાળ અને સાઉથમાં ચાનું ઉત્પાદન થાય છે અને મહત્વ પૂર્ણ વિષય ચા ખરીદનાર, વેંચનાર અને છૂટક વેચાણ કરનારના પ્રશ્ર્નો લગતી ચર્ચા વિચારણા કરવામાં આવશે. ચા ઉત્પાદન અને ક્વોલિટી વાતાવરણ ઉપર નિર્ભર છે. આ સિવાયના પણ ઘણાં પ્રશ્ર્નોની ચર્ચા વિચારણા થશે, આ મીટીંગમાં ભાગ લેવા રાજકોટ ચાના વેપારી અને બલ્ક ગોલ્ડ ચા માલિક દિનેશભાઈ કારીયા ઉપસ્થિત રહેશે. આવનારા દિવસોમાં ગુજરાતની ચા બજાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ મીટીંગ ટી બોર્ડ ચેરમેન સત્યા શ્રીનિવાસ જી અને ડેપ્યુટી ચેરમેન સૌરવ પહારીજી લેશે તમામ બોર્ડ મેમ્બર આ મીટીંગ હાજર રહેશે.