આદિજાતિ સમાજના તેજસ્વી તારલાઓ, પ્રતિભાશાળી રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
આદિવાસી વિસ્તારના ગામોમાં રૂ.4 કરોડ 87 લાખના કામના ખાતમુહૂર્તો થયાં: રૂ.01.63 કરોડનાં 44 કામનું લોકાર્પણ થયું
ગિર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારના અધ્યક્ષસ્થાને પીએમ જનમન અને આદિમજૂથ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત
ગિર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય, ગિર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.15
રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ર્ય સાથે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તાલાલા તાલુકાનાં માધુપુર ગીર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી થઈ હતી.
આ પ્રસંગે તાલાલા તાલુકાનાં આદિજાતિ વિસ્તારના ગામોને આવરી લેતાં મહાનુભાવોના હસ્તે રૂૂ. 4.08 કરોડના 87 કામના ઈ-ખાતમુહૂર્ત અને રૂૂ.1.63 કરોડના 44 કામના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચન દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછારે ભગવાન બિરસા મુંડાના જીવનકવનને યાદ કરતા જણાવ્યું હતું કે, ઝારખંડના જમુઈ વિસ્તારના ખૂંટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ નાની ઉંમરે સમાજમાં જાગૃતિ અને શિક્ષણના માધ્યમથી ક્રાંતિની જનચેતના ફેલાવી હતી.આદિજાતિના ઉત્કર્ષ માટે સરકાર સતત પ્રતિબદ્ધ બની છે.સરકારની યોજનાઓનો વધુને વધુ લાભ લેવા ઉપસ્થિત સર્વેને અપીલ કરી હતી.
ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ રાજ્યભરમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. વડાપ્રધાનશ્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપેલા સંકલ્પમાં આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ અને જનભાગીદારી નિશ્ર્ચિત કરવી જરૂૂરી છે. આદિજાતિ સમાજના લોકો શિક્ષણ, રમતગમત અને વ્યવસાયમાં આગળ આવે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક યોજનાઓ કાર્યરત છે જેની વિગતોથી સૌને અવગત કર્યા હતા.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયે શાબ્દિક સ્વાગત કરી આદિવાસીઓના મહાનાયક ભગવાન બિરસા મુંડાના મૂલ્યોને ઉર્જા બનાવી અને એમણે સ્થાપિત કરેલા આદર્શ પર આગળ વધવાની ઉપસ્થિત સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. મહાનુભાવોના હસ્તે પીએમ જનમન અને આદિમજૂથ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવાની સાથે જ આદિજાતિ સમાજના તેજસ્વી તારલાઓ,પ્રતિભાશાળી રમતવીરો,પ્રગતિશીલ ખેડૂતોને અને અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી દાખવનાર વ્યક્તિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં.
આ તકે, ઉપસ્થિત સર્વેએ ભગવાન બિરસા મુંડાના જીવન-સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું.અંતમાં આભારવિધિ પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.પી.ચૌહાણ,પ્રાયોજના અધિકારી શ્રી આર.એસ.સોલંકી,માધુપુર-જાંબુર સરપંચ શ્રી વિમલભાઈ વાડોદરિયા,તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિતના અગ્રણીશ્રીઓ અને મોટી સંખ્યામાં આદિજાતિ સમુદાયના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
બે હજાર આદિવાસી લોકોએ ભાગ લીધો
તાલાલા પંથકના આદિવાસી સમુદાયના ગૌરવવંતા કાર્યક્રમમાં તાલાલા પંથકના વિવિધ ગામોમાં વસવાટ કરતા બે હજાર આદિવાસી પરિવારના ભાઈઓ બહેનો અને યુવાનોએ ભાગ લીધો હતો.
સરકારની યોજનાની વિગતો અને લાભ અપાયો
આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા તપાસ સહિતની આરોગ્ય તપાસ, સેવાસેતુ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના, આઈ.સી.ડી.એસ સહિતના સ્ટોલના માધ્યમથી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ આપવામાં આવ્યાં હતાં.



