નદી અને પર્યાવરણ માટે ઉત્તરકાશીમાં સરકારનો પ્રથમવાર મહત્વનો નિર્ણય
ગંગા નદી માટે રૂ.2,000 કરોડનો 600 મેગાવોટનો પ્રોજેક્ટ બંધ કરાયો, અત્યાર સુધીમાં રૂ.650 કરોડ તો ખર્ચાઈ ગયા
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં લેવામાં આવેલો એક નિર્ણયે વિકાસ અને પર્યાવરણ વચ્ચેની ચર્ચાને ફરી જીવંત કરી છે. 14 કિલોમીટર લાંબી ટનલ, જે ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવાઈ હતી, હવે કાયમ માટે બંધ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં લોહારીનાગ પાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાગીરથી નદી (ગંગાનો મુખ્ય પ્રવાહ) ને ટનલ મારફતે વાળવા માટે બનાવવામાં આવેલી 14 કિલોમીટર લાંબી ટનલને હવે સંપૂર્ણ રીતે ભરવામાં આવી રહી છે. આ કામ માટે અંદાજે રૂ.52 કરોડનો ખર્ચ થશે. આ નિર્ણય માત્ર ટેક્નિકલ નથી, પરંતુ પર્યાવરણ, સમાજ અને ભવિષ્યની દૃષ્ટિએ ખૂબ મહત્વનો છે. આ પ્રોજેક્ટ ગઝઙઈ દ્વારા 2006માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ 600 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનો હતો. પરંતુ 2010માં કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય લીધો. તે સમય સુધીમાં પ્રોજેક્ટનું લગભગ 60 ટકા કામ પૂરું થઈ ચૂક્યું હતું અને અંદાજે રૂ.650 કરોડ ખર્ચાઈ ગયા હતા. કુલ પ્રોજેક્ટ ખર્ચ લગભગ રૂ.2,000 કરોડનો હતો.
આ પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓએ શરૂઆતથી જ વિરોધ કર્યો હતો. તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે ગંગા જેવી પવિત્ર અને મહત્વની નદીનો કુદરતી પ્રવાહ ટનલોમાં બંધ કરવો યોગ્ય નથી. આ વિરોધને વધુ બળ મળ્યું સ્વામી જ્ઞાનસ્વરૂપ સાણંદ (પૂર્વે ઈંઈંઝના પ્રોફેસર જી.ડી. અગ્રવાલ)ના બલિદાનથી. તેમણે ગંગાને બચાવવા માટે 111 દિવસ સુધી ઉપવાસ કર્યો અને નદીની અવિરતતા જાળવવાની માગ કરી. હિમાલય વિસ્તાર પહેલેથી જ ભૂગર્ભ અને પર્યાવરણીય રીતે અત્યંત નાજુક છે. 2013ની ધારાલી જેવી દુર્ઘટનાઓ બાદ સરકારને પણ સમજાયું કે મોટા બાંધકામ અને ટનલ પ્રોજેક્ટ્સ આ વિસ્તાર માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી, આર્થિક નુકસાન સહન કરીને પણ પર્યાવરણને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. હાલમાં ટનલ બંધ કરવાની પ્રક્રિયા ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (ૠજઈં)ના વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં ટનલની અંદર ભરાયેલું પાણી અને કાંપ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ ખાસ માટી અને કાટમાળથી આખી ટનલ ભરી દેવામાં આવશે, જેથી ભવિષ્યમાં તેનો કોઈ ઉપયોગ ન થઈ શકે. આ નિર્ણય ભારતીય ઇતિહાસમાં એક અનોખું ઉદાહરણ છે, જ્યાં વિકાસ કરતાં કુદરત અને નદીના જીવનને વધુ મહત્વ આપવામાં આવ્યું. લોહારીનાગ પાલા પ્રોજેક્ટનો અંત ગંગાના અવિરત પ્રવાહ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન બની રહેશે. સોમવારથી ટનલ ભરવાનું શરૂ થયું. પહેલા પાણી અને કાટમાળ દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેને બંધ કરવામાં આવશે. આ કામ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણના વિજ્ઞાનીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે, અને ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. હાલમાં, ટનલને સીલ કરવામાં આવી રહી છે, અને તેની સાથે સંકળાયેલી બધી રચનાઓ દૂર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ઉત્તરાખંડના સૌથી મોટા રન ઓફ ધ રિવર જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાંનો એક હતો. એનટીપીસી એ 2006માં ભાગીરથી નદી પર આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું. અંદાજે 2,000 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ ટનલ દ્વારા નદીના પાણીને વાળીને વીજળી ઉત્પન્ન કરવાનો હતો.
નદીની સાતત્યતા અને પર્યાવરણીય જોખમોને કારણે પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હોય તેવા દુર્લભ કિસ્સાઓમાં આ એક છે
2008-09 દરમિયાન, ગંગા બેસિનમાં આ પ્રોજેક્ટનો વિરોધ વધુ તીવ્ર બન્યો. પર્યાવરણવિદ અને આઈઆઈટી પ્રોફેસર જી.ડી. અગ્રવાલે આમરણાંત ઉપવાસ કર્યા. તેમણે દલીલ કરી હતી કે નદીને તેના સ્રોતની નજીક વાળવાથી તેની કુદરતી સુંદરતાનો નાશ થશે. વિરોધ અને પર્યાવરણીય જોખમોને પગલે, કેન્દ્ર સરકારે 2010 માં આ પ્રોજેક્ટ રદ કર્યો. ત્યાં સુધીમાં, તેના પર રૂ. 650 કરોડ ખર્ચ થઈ ગયા હતા. ધરાલી દુર્ઘટના પછી રસ્તા ધોવાઈ ગયા અને નદી તરફના ડાયવર્ઝનને નુકસાન પહોંચાડ્યું. સરકારે ટનલ સીલ કરવાનો નિર્ણય લીધો.



