21મી સદી જ્ઞાન-વિજ્ઞાનની છે : એડવોકેટ જયંત પંડયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત રાજકોટ, સમસ્ત ગ્રામજનો, ગ્રામ પંચાયત ખોરાણાના સહયોગથી શ્રીમતિ કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના સ્પે. કેમ્પ ર0રપ ઉપક્રમે જનસમાજમાં જનજાગૃતિ માટે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતોનો અંધશ્રધ્ઘા નિવારણ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો.
ર1 મી સદી જ્ઞાન-વિજ્ઞાન ટેકનોલોજીની હોય માનવીનું વર્તન-કાર્ય, જીવન પદ્ઘતિ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ-અભિગમલક્ષી બનાવવા સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
- Advertisement -
આ કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ઘતિથી ઉઘાટન કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડા. યશવંત કે. ગોસ્વામી, ડા. આર. સી. પરમાર, સરપંચ મનોજભાઈ રાઠોડ, ઉપસરપંચ સોનલબેન વેકરીયા, અનિલભાઈ વેકરીયા, જગદીશભાઈ, ભાવેશભાઈ, કિશોરભાઈ, મનસુખભાઈ વેકરીયા, નાગજીભાઈ ગોંડલીયા, ગામના આગેવાનો મનસુખભાઈ ઉંધાડ, રાજેશભાઈ સાંગાણી, પરસોત્તમભાઈ ભુત, પુના હાડગરા, રમેશ હાડગરા, સંજય સોલંકી, હરેશ સોલંકી, રમેશભાઈ રામાણી, રાજેશભાઈ સોલંકી જસમતાઈ સોઠીયા, ચનાભાઈ હાડગરા, વલ્લભભાઈ, ગોરધનભાઈ સાંગાણી, રાઘવ ચૌહાણ, મનસુખભાઈ હાપલીયા વિગેરેની હાજરીમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર ડા. યશવંત ગોસ્વામી અને ગામના સમાજ સુધારક અને મંડપના માલિક આગેવાન જગદીશભાઈ વેકરીયાનું વિશાળ હાજરીમાં બહુમાન કરવામાં આવ્યું હતું. રાજયમાં લોકજાગૃતિ કાર્યક્રમ કરવા ઈચ્છુકોએ મો. 98રપર 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.



