ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખાશે
આ પળ ભાવુક કરનારી, પ્રથમ વખત માતા વગર ચૂંટણી લડયો, દેશની માતાઓ-બહેનોએ સાથ આપ્યો : વડાપ્રધાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે જનતાએ સતત ત્રીજી વખત એનડીએ પર વિશ્ર્વાસ રાખ્યો છે. જે બદલ હું જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરું છું. સાથે જ મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ સાથે જ ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરી હતી.
- Advertisement -
આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુનો પક્ષ સરકાર બનાવવા જઇ રહ્યો છે, મોદીએ ટ્વીટ કરીને ચંદ્રાબાબુ, પવન કલ્યાણને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશના વિકાસ માટે સાથે મળીને કામ કરીશું. નરેન્દ્ર મોદીએ સાંજે દિલ્હીમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા, તેમણે કહ્યું હતું કે દેશમાં ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઇ રહી છે, આ વિકસિત ભારતની જીત છે. આ જનાદેશના અનેક સ્વરુપ છે, 1962 બાદ પ્રથમ વખત એવુ બની રહ્યું છે કે કોઇ સરકાર પોતાના બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ત્રીજી વખત સરકાર સત્તામાં પરત ફરી છે.
વિપક્ષના ગઠબંધન ઇન્ડિયાને લઇને મોદીએ કહ્યું હતું કે પુરુ ગઠબંધન તમામ વિરોધીઓ મળીને એટલી બેઠક નથી જીતી શક્યા જેટલી ભાજપે જીતી છે. એનડીએના ત્રીજા કાર્યકાળમાં દેશમાં અનેક મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખવામાં આવશે. મોદીએ સાથે કહ્યું હતું કે આજની આ પળ મારા માટે ભાવુક કરનારી છે. મારા માતાના ગયા બાદ આ મારી પ્રથમ ચૂંટણી હતી, જોકે સાચુ માનીએ તો દેશની માતાઓ બહેનોએ માતાની ખામી પુરી કરી દીધી છે. હું જ્યાં પણ ગયો ત્યાં મને આશિર્વાદ મળ્યા છે. દેશમાં મહિલાઓએ વોટિંગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે મને નવી પ્રેરણા આપી છે. આજનો આ વિજય વિશ્ર્વના સૌથી મોટા લોકતંત્રનો વિજય છે. ભારતના બંધારણ પર અટૂટ નિષ્ઠાની જીત છે. વિકસિત ભારતની પ્રતિજ્ઞાાની જીત છે. સૌનો સાથ સૌનો વિકાસ મંત્રની જીત છે.
પ્રજાએ કોઈ પક્ષને બહુમતી ન આપી, આ લડાઈ પ્રજા વિરૂદ્ધ મોદી હતી : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું કે પ્રજાએ કોઈ પક્ષને બહુમતી નથી આપી. આ લડાઈ પ્રજા વિરુદ્ધ મોદી હતી. પીએમ મોદીએ અમારી વિરુદ્ધ જે જુઠ્ઠાણાં ફેલાવ્યાં તે પ્રજાએ નકારી કાઢ્યાં. અમારું અભિયાન સકારાત્મક હતું. અમે લોકોના મુદ્દા ઊઠાવ્યાં. બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર આ ચૂંટણી લડી. આ પીએમ મોદીનો નૈતિક પરાજય છે. અમે જનમતનો સ્વીકાર કરીએ છીએ.
- Advertisement -
આ લડાઈ બંધારણને બચાવવાની હતી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પરિણામો બાદ પત્રકારોને સંબોધતાં કહ્યું કે આ લડાઈ અમારી અને ભાજપ વચ્ચે કે પીએમ વિરુદ્ધ નહોતી પરંતુ અમારી લડાઈ બંધારણ બચાવવાની હતી અને આ લડાઈમાં અમારો સાથ આપવા બદલ હું દરેક નાગરિકો, મતદારો, અમારા ગઠબંધનના સાથીઓ બધાને શુભેચ્છા પાઠવવા માગુ છું. અમારા ઈં.ગ.ઉ.ઈં.અ.ને જ્યાં પણ ચૂંટણી લડી ત્યાં એકજૂટ થઇને લડ્યાં. કોંગ્રેસે દેશને નવું વિઝન આપી દીધું છે. આ લડાઈ ભાજપ, ઈડી, સીબીઆઈ વિરુદ્ધ પણ હતી. તે ખોટી રીતે વિપક્ષને દબાવી રહ્યા હતા.