ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યક્ત કરતા ભૂપતભાઈ બોદર રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની યાદીમાં જણાવ્યું હતું કે દેશના લોકલાડીલા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જામકંડોરણા ખાતેની ભવ્ય અને વિરાટ જનસભામાં વિશાળ સંખ્યામાં માનવ મહાસાગર ઉમટી પડેલ હતો અને રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોએ ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જામકંડોરણાની ધન્ય ધરા પર ઉત્સાહભેર આવકાર્યા હતા અને વડાપ્રધાન મોદીના આગમનને આનંદની ચીચીયારી પાડી વંદે માતરમ અને ભારત માતાકી જયના નારાઓથી સમગ્ર વાતાવરણને ગુંજાવી નાખ્યું હતું.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલજી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જયેશભાઈ રાદડિયા તેમજ રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તથા સંગઠનના હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોનો રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જાહેર આભાર વ્યક્ત કરેલ હતો.