30 દિવસમાં પ્રાંત અધિકારીની કચેરી સમક્ષ હાજર થવા ફરમાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં થતા કોલસા, સફેદ માટી, રેતી, પથ્થર બ્લેક ટ્રેપ સહિતના ખનિજનું ચોરી કરતા ઈસમો સામે પ્રાંત અધિકારી દ્વારા હવે કડક કાર્યવાહી આદરી છે ત્યારે આગાઉ થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં ચાલતી કોલસાની ખનિજ ચોરી સામે કાર્યવાહી કરવા જતા પ્રાંત અધિકારીની ટીમ સાથે માથાકુટ કરનાર રાણુભાઈ દાનાભાઈ અલગોતર તથા વિજય રામુભાઇ અલગોતર રહે: થાનગઢ વાળાને નોટિસ ઇસ્યૂ કરી હતી પરંતુ બંને પિતા પુત્ર હાલ નાસતા ફરતા હોય જેથી પ્રાંત અધિકારી દ્વારા બંને પિતા પુત્રને ભાગેડુ જાહેર કરી એક મહિનામાં પ્રાંત અધિકારીની કચેરી સમક્ષ હાજર થવા ફરમાન કર્યું છે વધુમાં બન્ને શખ્સો પ્રાંત અધિકારીના આદેશનું અંદર કરશે તો તેઓની મિલકત પણ જોત કરવાની કાર્યવાહી હાથ ધરવાની પણ કામગીરી હાથ ધરવા અંગે પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા જાહેર કરાયું છે.