ફૂડ વિભાગની ટીમનું FSW વાન સાથે ઓપરેશન
લાઇસન્સ બાબતે સૂચના, ખાદ્ય ચીજોના નમુનાની ચકાસણી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં ઘણીવાર અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવતો હોય છે અને મનપાની ટિમ દ્વારા આકરી કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ધંધાર્થીઓ કાયદા અને નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહિ તે જાણવા માટે મનપાના અધિકારીઓ રાજકોટ શહેરમાં 20 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ અર્થે પહોંચ્યા હતા. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના ક્રિસ્ટલ મોલથી આકાશવાણી પંચાયત ચોક-જ્યોતિનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 9 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી, તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
રાજકોટ શહેરના કુલ 20 જેટલા ધંધાર્થીઓને ખાદ્ય ચીજોનું ટેસ્ટિંગ અને લાયસન્સ બાબતે ચેકીંગ કરવામાં આવ્યું છે. જેમાં મનપાની ટીમે 9 ધંધાર્થીઓંને લાયસન્સ સંબંધિત કડક સૂચના આપી હતી અને 11 જેટલા ધંધાર્થીઓને ત્યાં ખાદ્ય પદાર્થના નમૂના લઈને સ્થળ પર જ ચેકીંગ કરવામાં આવ્યું હતું. મનપાની ટીમે રાજકોટ શહેરના પોશ વિસ્તારમાં આ સમગ્ર ચેકીંગ હાથ ધરતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
લાઇસન્સ બાબતે સૂચના
(01) શ્રી બાલાજી ઘૂઘરા
(02) પટેલ ઘૂઘરા
(03) જલારામ ખમણ
(04) રાજ પાન કોલ્ડ્રિંક્સ
(05) બાલાજી કોલ્ડ્રિંક્સ
(06) આનંદ પ્રોવિઝન સ્ટોર
(07) અમૃત વિજય ડેરી ફાર્મ
(08) યશ કોલ્ડ્રિંક્સ
(09) માહીન ગાંઠિયા
ખાદ્ય નમૂના ચકાસાયા
(10) બાલાજી રેસ્ટોરેન્ટ
(11) નેશનલ ચાઇનીઝ પંજાબી
(12) ૠઉં 5 સેન્ડવિચ પીઝા
(13) શંકર વિજય ડેરી ફાર્મ
(14) પટેલ ડાઈનીંગ હોલ
(15) ગાંધી સોડા શોપ
(16) શિવ ઢોસા
(17) કારગિલ ગાંઠિયા
(18) ચીઝ ચિપ્સ
(19) વ્રજ ડ્રાયફ્રૂટ
(20) કૈલાશ ફરસાણ



