ટેસ્લા ભારતમાં ત્યાં સુધી કાર નહીં બનાવે, જ્યાર સુધી તેને ભારતમાં કાર વહેંચવાની પરવાનગી ન મળે. આ વાત એલન મસ્કે ટ્વીટર પર એક યુઝર દ્વારા ભારતમાં કાર નિર્માણને લઈને પૂછવામાં આવેલા સવાલ પર કહી.
- Advertisement -
તેમણે કહ્યું કે ટેસ્લા પ્લાન્ટ ત્યાં જ લાગશે, ત્યાં પહેલા તેમને કાર વહેંચવાની અને સર્વિસની પરવાનગી મળશે. જ્યારે એક યુઝરે તેમને પૂછ્યું કે ભારતમાં સ્ટારલિંક પ્રોજેક્ટ ક્યારે શરુ થશે. આના જવાબમાં એલન મસ્કે કહ્યું કે તેઓ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
ટેસ્લાએ ભારતીય બજારમાં પ્રવેશ કરવાની પોતાની યોજનાને અસ્થાયી રૂપથી અટકાવી દીધી છે. એક અન્ય યુઝરે પૂછ્યું કે શું ટેસ્લા આવનાર દિવસોમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવાનું વિચારી રહી છે? અના જવાબમાં એલન મસ્કે એક ટ્વીટ કર્યું કે ટેસ્લા આમ કોઈપણ લોકેશન પર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નહીં લગાવે, જ્યાં અમને પહેલા કાર વહેંચવા અને સર્વિસ આપવાની પરવાનગી નહીં મળે.
સ્ટારલિંકનાં ભારત આવવા પર આપ્યો આ જવાબ
આ ટ્વીટ બાદ અમુક યુઝરે હજુ સવાલો કર્યા, જ્યાર બાદ મસ્કે જણાવ્યું કે તેમનો આગળનો પ્લાન શું છે. જ્યારે એક અન્ય શખ્સે એલન મસ્કને પૂછ્યું કે તેમના પ્રોજેક્ટ સ્ટારલિંકનાં ભારતમાં ઉપયોગને શું અપડેટ છે. આ સવાલનો જવાબ આપતા મસ્કે કહ્યું કે તે અત્યારે સરકારની પરવાનગીની રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
જણાવી દઈએ કે હાલમાં જ એલન મસ્કે ટ્વીટ કર્યું હતું કે સ્ટારલિંકને નાઈજીરિયા અને મોજેમ્બિકની સરકારે મંજૂરી આપી દીધી છે. આ ઉપ્રાન્ય્ત ફિલીપીન્સની સરકારે પણ સ્ટારલિંકને મંજૂરી આપી દીધી છે. ઘણા મહિનાઓથી આ વાતને લઈને ચર્ચા થઇ રહી છે કે એલન મસ્ક ક્યારે ભારતમાં પોતાનો બીઝનેસ શરુ કરશે, હવે આના જવાબમાં ભારતમાં ટેસ્લાની રાહ જોઈ રહેલા લોકોને નિરાશા મળી છે.
What about Tesla ?
Is Tesla manufacturing a plant in India in future?
— Madhu sudhan V (@madhusudhanv96) May 27, 2022