ભારતમાં ટેલ્સાના આગમનની લાંબ સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હાલમાં જ આવેલા રિપોર્ટ અનુસાર, ભારત સરકાર અને એલન મસ્કની વચ્ચે ચાલી રહેલા ટેક્સને ઓછી કરવાની વાતચીત આખરે પૂરી થઇ ગઇ છે. એક રિપોર્ટ અનુસાર, એલન મસ્ક ભારતમાં પોતાની કારને લોન્ચ કરવાની યોજનાને પાછળ ઠેલવી દીધી છે. હાલમાં, મસ્કએ જાતે જ આ બબાતે કોઇ ટિપ્પણી કરી નથી, પરંતુ અમે જાણીએ છિએ કે, મસ્ક લાંબા સમયથી ભારતમાં પોતાની કારને લોન્ચ કરવાની ઇચ્છાને લઇને આગળ વધી રહ્યા હતા, અને તેને લઇને તેમણે ભારત સરકારને આયાત કરવામાં આવેલા વાહનો પર લગાવવામાં આવેલા ટેક્સની વાત કરી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ટેસ્લા છેલ્લા કેટલાક સમયથી સતત સરકારના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી રહી હતી, ટેલ્સાએ સંયુક્ત રાજય અમેરિકા અને ચીનમાં ઉત્પાદન કેન્દ્રોથી આયાત કરેલી ઇલોકટ્રિક વાહનોને ઓછા નફામાં વહેંચીને ભારત પાસેથી પણ આવી રીતની માંગણી કરી હતી. પરંતુ ભારત સરકાર ટૈરિફના કામ કરતા પહેલા ટેસ્લાને સ્થાનિક રૂપે કારોના નિર્માણ કરવા માટે તૈયાર કરી રહ્યા છે. સરકારનું કહેવું છે કે, ટેસ્લા ભારતમાં જ કારોને તૈયાર કરે છે. ત્યારે ટેસ્લા બે મોટા નિર્માણ કેન્દ્રો ચીન અને સંયુક્ત રાજય અમેરિકોથી વાહનોની આયાત કરીને ભારતમાં વહેંચવા માંગે છે.
વડાપ્રધાન મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાનની સાથે વાહન નિર્માતાને લલચાવવાની કોશિશ કરી છે, પરંતુ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ એપ્રિલમાં કહ્યું હતુ કે, ટેસ્લા માટે ચીનથી ભારતમાં કારોનું આયોત કરવું સારો પ્રસ્તાવ નથી. પરંતુ ટેસ્લાએ કારોનું નિર્માણ ભારતમાં જ કરવું જોઇએ. મળેલી માહિતી મુજબ, ભારતમાં હાલમાં જ કાર ઉત્પાદક કંપની ફોર્ડએ સપ્ટેમ્બરમાં જ એક્ઝીટ લઇ લીધી છે, પરંતુ આશા હતા કે, કંપની ઇલેકટ્રિક કારોને લઇે એક વાર ફરીથી એન્ટ્રી કરશે. પરંતુ ફોર્ડએ ઇવી પર પણ ભારતનો સાથ છોડી દીધો છે.